કોંગ્રેસના દિગ્ગજોને ધૂળ ચટાડવા ભાજપ મેદાનમાં ઉતારશે આ 3 ખેલાડીઓને

|

Feb 03, 2019 | 7:08 AM

જિંદ પેટાચૂંટણીની જીતથી ઉત્સાહિત ભાજપ રોહતક લોકસભા સીટથી જીતની હેટ્રિક મેળવી ચૂકેલા પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાના દીકરા કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને રોકવા સક્રિય થઈ ગઈ છે. અને તેના માટે ભારતીય ક્રિકેટ ટીમના મુલ્તાનના સુલ્તાન નામથી વિખ્યાત વીરેન્દ્ર સેહવાગને ટિકિટ આપી શકે છે. સાથે જ પાર્ટી નેતૃત્વ દિલ્હીથી ક્રિકેટર ગૌતમ ગંભીર અને પંજાબની ગુરદાસપુર સીટથી […]

કોંગ્રેસના દિગ્ગજોને ધૂળ ચટાડવા ભાજપ મેદાનમાં ઉતારશે આ 3 ખેલાડીઓને

Follow us on

જિંદ પેટાચૂંટણીની જીતથી ઉત્સાહિત ભાજપ રોહતક લોકસભા સીટથી જીતની હેટ્રિક મેળવી ચૂકેલા પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાના દીકરા કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાને રોકવા સક્રિય થઈ ગઈ છે.

અને તેના માટે ભારતીય ક્રિકેટ ટીમના મુલ્તાનના સુલ્તાન નામથી વિખ્યાત વીરેન્દ્ર સેહવાગને ટિકિટ આપી શકે છે. સાથે જ પાર્ટી નેતૃત્વ દિલ્હીથી ક્રિકેટર ગૌતમ ગંભીર અને પંજાબની ગુરદાસપુર સીટથી ફિલ્મસ્ટાર અક્ષય કુમારને મેદાનમાં ઉતારવાનું મન મનાવી ચૂક્યા છે.

TV9 Gujarati

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સેહવાગના નામ પર 27 ફેબ્રુઆરીને હિસારમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થનારી મીટિંગમાં ચર્ચા થઈ શકે છે. નિગમ ચૂંટણી બાદ જિંદ પેટા ચૂંટણીમાં પાર્ટીની જીતથી પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ પ્રદેશ સરકારથી ખુશ છે. એવામાં હરિયાણાની લોકસભા સીટ્સ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. એવામાં સૌથી વધુ નજર 2014માં મોદી લહેર છતાં પણ હાથમાંથી નીકળી ગયેલી રોહતર, હિસાર તથા સિરસા બેઠકો પર છે.

INLDના ભાગલા બાદ હિસાર અને સિરસા સીટની જગ્યાએ ભાજપનું સૌથી વધુ ફોકસ રોહતક સીટ પર છે. કારણ કે અહીંથી દીપેન્દ્ર હુડ્ડા સળંગ 3 વાર જીતી ચૂક્યા છે. જો ભાજપ દીપેન્દ્રને હરાવવામાં સફળ રહ્યાં તો તેની સીધી અસર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મનોબળ પર પડશે. તેના માટે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 27 ફેબ્રુઆરીએ રોહતક, હિસાર તેમજ સિરસા લોકસભા સીટ પર પાર્ટીની તૈયારીઓની પણ સમીક્ષા કરવાના છે.

વીરેન્દ્ર સેહવાગને મેદાનમાં ઉતારવાની સલાહ

સેહવાગ ઝજ્જર જિલ્લાના છુડાની ગામના રહેવાસી છે. તેવામાં તેના પર બહારની વ્યક્તિ હોવાનો આરોપ નથી લાગી શકતો. રોહતક લોકસભામાં 16 લખત ચૂંટણી થઈ ચૂકી છે, જેમાં 10 વખત હુડ્ડા પરિવારે જીત હાંસલ કરી છે. એવામાં જીતની હેટ્રિક પોતના નામ કરી ચૂકેલા દીપેન્દ્ર હુડ્ડાને હરાવવા દમદાર ચહેરો જોઈએ.

[yop_poll id=1022]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article