પીએમ મોદીની દાઢીને લઇ વિવિધ અટકળો, જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી ?

|

Dec 29, 2020 | 11:36 PM

કોરોનાની એન્ટ્રી બાદ માર્ચ મહિનામાં જ્યારે પીએમ મોદીએ એકદિવસના લોકડાઉનને જાહેર કરવા માટે સંબોધન કર્યુ હતુ ત્યારથી લઇને હમણા સુધીના સમયમાં પીએમ મોદી જેટલી પણ વાર કેમેરા સામે આવ્યા છે સ્પષ્ટપણે જોવા મળ્યુ છે કે તેઓ દાઢી નથી કરાવી રહ્યા, તેમના દાઢી ના કરાવવા પાછળ કેટલીક અટકળો લાગી રહી છે, લોકો તેને અલગ અલગ મુદ્દાઓ […]

પીએમ મોદીની દાઢીને લઇ વિવિધ અટકળો, જાણો કેમ નથી કપાવી રહ્યા દાઢી ?

Follow us on

કોરોનાની એન્ટ્રી બાદ માર્ચ મહિનામાં જ્યારે પીએમ મોદીએ એકદિવસના લોકડાઉનને જાહેર કરવા માટે સંબોધન કર્યુ હતુ ત્યારથી લઇને હમણા સુધીના સમયમાં પીએમ મોદી જેટલી પણ વાર કેમેરા સામે આવ્યા છે સ્પષ્ટપણે જોવા મળ્યુ છે કે તેઓ દાઢી નથી કરાવી રહ્યા, તેમના દાઢી ના કરાવવા પાછળ કેટલીક અટકળો લાગી રહી છે, લોકો તેને અલગ અલગ મુદ્દાઓ સાથે જોડવાના પ્રયાસો કરી હહ્યા છે, પીએમ મોદીના વિરોધીઓ તેને પશ્ચિમ બંગાળના આવનાર વિધાનસભાના ઇલેક્શન સાથે પણ જોડવા લાગ્યા પરંતુ તેમના દાઢી વધારવા પાછળનુ કારણ સ્પષ્ટ થઇ શક્યુ નથી

ટીવી 9 કન્નડના એક રિપોર્ટ પ્રમાણે, સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થે પીએમ મોદીની દાઢીને હવે રામ મંદિર સાથે જોડ્યુ છે અને સનાતન ધર્મની એક પરંપરાની વાત કરી છે, જોકે આ કારણ કેટલુ સાચુ છે તે ચોક્કસ પ્રમાણે કહી ન શકાય, મિડીયા રિપોર્ટ્સ પ્રમાણે સ્વામીજી એ કહ્યુ કે પીએમ મોદીની દાઢી વધારવા પાછળનુ એક કારણ રામમંદિર પણ હોય શકે છે, કેટલાક સમયથી રામ મંદિરનુ નિર્માણ એ બીજેપીની પ્રાથમિક્તા રહી છે, ગત વર્ષે રામલલા બીરાજમાનના પક્ષમાં સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ વર્ષેજ ઓગષ્ટમાં મોદીજીના હાથે ભૂમી પૂજન કરાવવામાં આવ્યુ હતુ

મંદિરના નિર્માણમાં સાડા ત્રણ જેટલા વર્ષ લાગી શકે છે

જો સ્વામી વિશ્વપ્રસંન્ના તીર્થની વાત સત્ય છે તો હવે સવાલ એ છે કે શુ પીએમ મોદી સાડા ત્રણ વર્ષ સુધી આ જ રીતે જોવા મળશે ? જો મંદિરની ડિઝાઇન કે અન્ય કોઇ બદલાવ કરવામાં આવ્યો તો આ સમય વધી પણ શકે છે તો શુ ત્યા સુધી મોદી દાઢી નહી જ કરાવે ?,સ્વામીજીએ કહ્યુ કે મંદિરના ભૂમિ પૂજનની સાથે જ મોદીજી મંદિરના નિર્માણને પૂરુ કરાવવા માટે જવાબદાર છે, મંદિરના નિર્માણને સુનિશ્ચિત કરાવવાની જવાબદારી લીધી હોવાથી સનાતન ધર્મની પરંપરા અનુસાર તેઓ દાઢી નથી કપાવી રહ્યા

Published On - 12:32 pm, Tue, 29 December 20

Next Article