VADODARA : ધારાસભ્યના ભાઈ અને પાણી પુરવઠા અધિકારી વચ્ચે ઝપાઝપી

|

Jan 25, 2021 | 11:55 PM

VADODARA : જામ્બુઆ વિસ્તારમાં પાણીના 14 જોડાણ માટે અધિકારી નલીન મહેતાના નજીકના મિત્રને ધક્કા ખવડાવતા હતા.

VADODARA : કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગની ઓફિસ રણ મેદાનમાં ફેરવાઇ હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના ભાઇ નલીન મહેતા અને પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે ઝપાઝપી થઇ હતી અને મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નલીન મહેતા પાણીના જોડાણ માટે રજૂઆત કરવા માટે પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં પહોચ્યા હતા. અહી કોઇ કારણોસર અધિકારી સાથે થયેલી ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.

પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એક્સિક્યુટિવ એન્જીનિયર હેમલ રાઠોડે ધારાસભ્યના ભાઇ નલીન મહેતા પર હુમલો કર્યો હતો. નલીન મહેતા પર અધિકારી દ્વારા કરવામાં આવેલા હુમલાનો વીડિયો વાયરલ થયો હતો. વિડીયોમાં અધિકારી બેફામ બનીને નલીન મહેતાને માર મારી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.

આ મામલે નલીન મહેતાને પૂછતા તેઓએ અધિકારી પર 1 લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો.મહત્વપૂર્ણ છે કે જામ્બુઆ વિસ્તારમાં પાણીના 14 જોડાણ માટે અધિકારી નલીન મહેતાના નજીકના મિત્રને ધક્કા ખવડાવતા હતા અને તે અંગે રજૂઆત કરવા પહોંચેલા નલીન મહેતા સાથે મારામારીની ઘટના સર્જાઇ હતી.

Next Video