Vadodara Mla જશપાલસિંહ પાદરા-જંબુસર ફોરલેન મંજૂર ન થતા નારાજ, કહ્યું CM કામ શરૂ કરાવશે તો પ્રજાહિતમાં આપીશ રાજીનામું

|

Mar 25, 2021 | 8:51 AM

વડોદરા જિલ્લાના પાદરા મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય (Vadodara Mla) એ રાજીનામાની ચીમકી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે તિથોર આડબંધ અને પાદરા-જંબુસર ફોરલેન મંજૂર ન થતા નારાજ છે

વડોદરા જિલ્લાના પાદરા મતવિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય (Vadodara Mla) એ રાજીનામાની ચીમકી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે તિથોર આડબંધ અને પાદરા-જંબુસર ફોરલેન મંજૂર ન થતા નારાજ છે. આ બંને કામની ગત વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી ત્યારે જો આ બંને કામ પ્રજાના હિતમાં મંજૂર થતા હોય તો જશપાલસિંહે CMને હસતા મોંઢે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.

 

છેલ્લા ઘણાં સમયથી પાદરા સ્થિત આ કામને લઈને વિલંબ થઈ રહ્યો છે અને આ મુદ્દે ચૂંટણી પહેલાથી રાજકારણ ગરમાયેલું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે પ્રચાર માટે પાદરા ખાતે આવ્યા હતા તે સમયગાળા દરમિયાન તેમમે આ બંને કામને ઝડપથી કરાવી આપવા માટે ખાતરી ઉચ્ચારી હતી હવે જનતા અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા કામની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય જશપાલસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે મે રાજ્ય સરકાર પાસે માત્ર બે કામ માગ્યા હતા છતા પણ તે પુરા નથી કરી આપવામાં આવતા અને તેને લઈને અન્યાયની લાગણી ઉભી થઈ છે. તિથોર આડબંધ અને પાદરા-જંબુસર ફોરલેન મંજુર કરવાનુ કામને લઈને વિવાદ ઉભો થયા બાદ કોંગ્રેસનાં ધારાસભ્યએ નિવેદન આપતા જણાવ્યું કે C M જણાવશે તો હસતા મોઢે રાજીનામુ આપી દઈશ. આ સાથે જ સાવલીમાં 308 કરોડના વિયરનું કામ પણ મંજૂર નથી થઈ રહ્યું જેને લઈને પણ તે્મણે નારાજગી દર્શાવી હતી.

કોંગ્રેસનાં ધારાસભ્ય જશપાલસિંહે કામગીરીને લઈને ફેર વિચારણા કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે પાદરામા આડબંધ બનાવવામાં આવે તો 150 થી વધુ ગામોને લાભ મળી શકે છે. આ જ બધા કામોની જાહેરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિજય રૂપાણીએ કરી હતી. ધારાસભ્યએ તેમના ચૂંટણી પ્રચારનાં સમયનો વિડિયો પણ જાહેર કર્યો હતો.

 

Next Video