VADODARA : ભાજપના નવા માપદંડોને કારણે નેતાઓની ઉંઘ હરામ, 8 કાઉન્સિલરોની ટિકિટ કપાશે ?

|

Feb 01, 2021 | 4:30 PM

VADODARA : ભાજપના નવા માપદંડોએ અનેક નેતાઓની ઉંઘ હરામ કરી નાખી છે.

VADODARA : ભાજપના નવા માપદંડોને કારણે નેતાઓની ઉંઘ હરામ, 8 કાઉન્સિલરોની ટિકિટ કપાશે ?

Follow us on

VADODARA : ભાજપના નવા માપદંડોએ અનેક નેતાઓની ઉંઘ હરામ કરી નાખી છે.અને આ નવા માપદંડે અનેક નેતાઓના ચૂંટણી લડવાના અરમાનો પર પાણી ફેરવી દીધું છે.નવા માપદંડ મુજબ 3 ટર્મ પૂર્ણ થતી હોય અને 60 વર્ષથી વધુ વયના નેતાઓ હોય તેમને ટિકિટ નહીં મળે.જો આ થિયરી મુજબ વિચારીએ તો વડોદરા ભાજપના 8 ચાલુ કાઉન્સિલરોની ટિકિટ કપાઇ જવાની શક્યતા છે.જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ પટેલ 3 ટર્મથી જીતતા આવતા હોવાથી તેમનું પત્તુ કપાઇ શકે છે. તો પૂર્વ ડેપ્યુટી મેયર વંદના ખોળેની ઉમંર તેમને નડી શકે છે.શાસકપક્ષના પૂર્વ નેતા કેતન બ્રહ્મભટ્ટ અને સ્થાયિ સમિતિના પૂર્વ ચેરમેન અજીત પટેલને 3 ટર્મનો માપદંડ નડી શકે છે.જ્યારે સત્તાની લાલચમાં પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાનાર રાજેશ આયરે પણ કોરાણે મુકાઇ શકે છે.જ્યારે શકુંતલા મહેતા, કંચન રાય અને ચંદ્રકાંત ઠક્કર,,,આ ત્રણેય કાઉન્સિલરોને ઉંમરનું કારણ નડી શકે છે.આમ આ તમામ નેતાઓ માટે પક્ષનો નિયમ કોઇ દંડથી કમ નહીં હોય.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Published On - 4:30 pm, Mon, 1 February 21

Next Article