VADODARA : ભાજપે વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી

|

Feb 04, 2021 | 6:50 PM

VADODARA : ભાજપે રાજકોટ, જામનગર, અને ભાવનગર બાદ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

VADODARA : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે, 6 મહાનગરપાલિકા માટેની 576બેઠકો માટે લોકશાહી પદ્ધતિ, પારદર્શકતા અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારોની ચયન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ સંગઠન દ્વારા નિમાયેલ નિરીક્ષકોએ દરેક મહાનગરપાલિકામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સંગઠનનો સેન્સ લઈ ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલો બનાવી હતી. ભાજપા જેવી ઉમેદવારોની લોકશાહી પદ્ધતિ દ્વારા ચયન પ્રક્રિયા અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં નથી.

ભાજપે રાજકોટ, જામનગર, અને ભાવનગર બાદ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભાજપે વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં વોર્ડ દીઠ ચાર એમ કુલ 76 ઉમદવારોના નામ જાહેર કર્યા છે.

 

 

Next Video