Vadodara : સ્થાનિક ચૂંટણી પહેલા પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

|

Jan 22, 2021 | 4:08 PM

Vadodara :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પાદરાનું રાજકારણ ગરમાયું છે. પાદરાના ભાજપ-કૉંગ્રેસના બે રાજકીય નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

Vadodara :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પાદરાનું રાજકારણ ગરમાયું છે. પાદરાના ભાજપ-કૉંગ્રેસના બે રાજકીય નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. કૉંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલને જાહેરમાં ધમકી આપી છે. દિનેશ પટેલ ઉર્ફે દિનુમામાએ જશપાલસિંહ પઢિયારને ધંતૂરાનું ફુલ કહેતા જશપાલસિંહ પોતાની જાહેર સભામાં ઉશ્કેરાઈ ગયા હતા. આક્રોશમાં તેમણે જાહેરમાં કહી દીધુ કે આજ પછી જો દિનુમામા તેમના વિશે આવા શબ્દોનો ઉપયોગ કરશે તો તેઓ પાર્ટીપ્લોટમાં જઈને પત્તર રગડી નાખશે. આટલેથી ન અટકતા તેમણે ઠોકી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

 

Next Video