વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની ભેટ,”હર ઘર જળ મિશન” હેઠળ વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત,મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં ‘હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ

|

Jul 23, 2020 | 12:49 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ આપી. તેમણે  હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની ભેટ,હર ઘર જળ મિશન હેઠળ વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત,મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં હર ઘર જલના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
http://tv9gujarati.in/vadapradhan-modi…-mate-kati-baddh/

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરની મહિલાઓને રક્ષાબંધનની મોટી ભેટ આપી. તેમણે  હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. દોઢ લાખથી વધુ મહિલાઓને મફત સિલિન્ડર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રોજ એક લાખ પાણીના કનેક્શન અપાઈ રહ્યાં છે.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સતત મદદ કરવામાં આવે છે. આજના જળ પ્રોજેક્ટથી ફક્ત આજ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને ફાયદો પહોંચવાનો છે. શુદ્ધ પાણી ફક્ત તરસ જ નહીં છીપાવે પણ લોકોને સ્વસ્થ રાખવામાં અને રોજગારી આપવાનું પણ કામ કરશે.

મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટેના કેન્દ્રના જળ જીવન મિશનનો ભાગ છે. કેન્દ્રએ મણિપુરને 1,42,749 ઘરો સાથે 1,185 વસ્તીઓને કવર કરવા માટે ઘરેલુ નળ કનેક્શન માટે ફંડ આપ્યું છે.રાજ્ય સરકારે ધનના વધારાના સ્ત્રોતના માધ્યમથી બાકીના ઘરોને કવર કરવાની યોજના બનાવી છે જેમાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ વિભાગથી મળેલું ફંડ પણ સામેલ છે. બહારથી જે ફંડ મળેલુ છે તેમાં આ પ્રોજેક્ટમાં ગ્રેટર ઈમ્ફાલ યોજના ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરોને કવર કરતા 25 કસ્બા અઆને 1731 ગ્રામીણ વસ્તીમાં ઘરેલુ નળ કનેક્શન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાઈ છે. સરકારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં ‘હર ઘર જલ’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના મહત્વના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

Next Article