Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક

|

Jun 10, 2021 | 10:02 AM

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે.

Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક
દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક

Follow us on

જ્યારે ભારત કોરોના(Corona) રોગચાળાની બીજી લહેર હેઠળ છે અને ત્રીજી લહેરની આશંકા છે. તેવા સમયે કોરોના વેક્સિન( Corona Vaccine) મુદ્દે લોકો સુધી પહોંચતી ખોટી માહિતી અને ગેરવહીવટનો એક વિચિત્ર કિસ્સો ભારતના રસીકરણ કાર્યક્રમની ગતિને ધીમી કરી રહ્યું હોવાનું સામે આવ્યો છે.

 

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે. જેના કારણે દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી, જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

મહારાષ્ટ્રમાં 1.65 લાખ ડોઝનો બગાડ 

મહારાષ્ટ્રમાં લગભગ 1.65  લાખ ડોઝ રસીનો બગાડ થયો છે. ત્યારે કેરળમાં 6.33 લાખ શીશી, રાજસ્થાનમાં 4. 76 લાખ શીશી, આંધ્રપ્રદેશમાં 2.25 લાખ શીશી, તેલંગાણામાં 1.82 લાખ શીશીઓ, દિલ્હીમાં 1.82 લાખ શીશી, છત્તીસગઢમાં 1.55 લાખ શીશી, પંજાબમાં 1.43 લાખ શીશી અને ઝારખંડમાં 51 હજાર શીશી વેક્સિનનો બગાડ થયો છે.

 

જેમાં કેટલાક રાજ્યોમાં વેક્સિનનો બગાડ 3.5 ટકા જેટલો વધી ગયો છે. રાજસ્થાનમાં ચુરુ અને હનુમાનગઢમાં પણ કોરોના વેક્સિનની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. તેમજ વેક્સિનના બગાડ બાદ પણ પૂરતા તબીબી પ્રોટોકોલ્સ અનુસાર યોગ્ય રીતે તેનો નિકાલ કરવામાં આવતો નથી. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી. જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

 

કેટલાક નેતાઓએ આ રસીઓને ભાજપની રસી ગણાવી

વિપક્ષી પક્ષોની ભૂમિકા પણ લોકોને રસી લેવા પ્રોત્સાહન આપવાની છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતાએ આ રસીઓને “ભાજપની રસી”ગણાવી હતી અને ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષના કાર્યકરો અને તેમના પરિવારોને રસી લેતા અટકાવ્યા હતા.

 

જો કે મહિના પછી આજ લોકોએ રાજ્યમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને રસી નથી મળી, તેના કારણે રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે દરેકને રસી આપવામાં નથી આવતી ત્યારે પરીક્ષાઓ ના લેવી જોઈએ.

 

પંજાબમાં 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો

જ્યારે નફાખોરીની ઘટના પ્રકાશમાં આવી ત્યારે પંજાબે દેશને આશ્ચર્યમાં મૂકી દીધું. જે રસી રાજ્ય સરકારને 309 રૂપિયામાં આવવા આવતી હતી, તે ખાનગી હોસ્પિટલોમાં 1,500 રૂપિયામાં આપવામાં આવતી હતી. જ્યારે સરકારી આંકડા મુજબ 45 વર્ષથી વધુ વયના માત્ર 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

 

આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ 45 વર્ષથી વધુની વસ્તીના રસીકરણમાં કોઈ સારું પ્રદર્શન નથી થયું.જેમાં ફક્ત 40 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે તેલંગાણામાં આ આંકડો 39 ટકાનો છે. આ રાજ્યોની નિરાશાજનક અને દિશા વિહીન કામગીરી સામે રસીકરણ મેનેજમેન્ટમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે.

Published On - 9:17 pm, Wed, 9 June 21

Next Article