લોકસભા ચૂંટણી 2019માં પ.બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભાજપને કેટલી સીટો મળશે? ઉપરાંત વંશવાદના મુદ્દે અમિત શાહે આપ્યો આ જવાબ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે TV9 ભારત વર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને 2024માં વડાપ્રધાન પદ માટે પોતે દાવેદાર છે કે નહી તે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા. 2024માં વડાપ્રધાન પદની દાવેદારી 2024માં પોતે વડાપ્રધાન પદ માટેની દાવેદારીના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પાર્ટીમાં મારાથી સિનિયર ઘણાં નેતા હાજર છે. 2019માં ઉત્તરપ્રદેશના પડકાર […]

લોકસભા ચૂંટણી 2019માં પ.બંગાળ અને ઉત્તરપ્રદેશમાં ભાજપને કેટલી સીટો મળશે? ઉપરાંત વંશવાદના મુદ્દે અમિત શાહે આપ્યો આ જવાબ
| Updated on: Mar 31, 2019 | 4:34 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે TV9 ભારત વર્ષના રાષ્ટ્રીય સંમેલનમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને 2024માં વડાપ્રધાન પદ માટે પોતે દાવેદાર છે કે નહી તે બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા.

2024માં વડાપ્રધાન પદની દાવેદારી

2024માં પોતે વડાપ્રધાન પદ માટેની દાવેદારીના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પાર્ટીમાં મારાથી સિનિયર ઘણાં નેતા હાજર છે.

2019માં ઉત્તરપ્રદેશના પડકાર પર અમિત શાહનો જવાબ

અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી ઉત્તરપ્રદેશમાં 2014 લોકસભા ચૂંટણીથી વધારે સીટો પર વિજય મેળવશે. ઉત્તરપ્રદેશમાં ભાજપની સીટ 73થી 74 થઈ શકે છે પણ 72 નહી થઈ શકે.

TV9 Gujarati

 

પશ્ચિમ બંગાળમાં 23 સીટ જીતશે ભાજપ

પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પાર્ટી ત્યાં સારૂ કરવા જઈ રહી છે. ત્યાં સંગઠન અત્યારે જે સ્થિતિમાં છે અને મમતા સરકાર જે રીતે ચાલી રહી છે. તેનાથી મને વિશ્વાસ છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 23 સીટો મળશે.

ગઠબંધનન વિશે શું કહ્યું અમિત શાહે

અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ પણ અમે કોઈને સાથી નથી બનાવ્યા. PDPની સાથે ગઠબંધન પર અમિત શાહે કહ્યું કે તે સ્થિતિમાં બંને પાર્ટી મળીને સરકાર બનાવી શકતી હતી. 2019ની લોકસભા ચૂંટણી પછી માયાવતીની મદદ કરવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે NDAની પૂર્ણ બહુમતની સરકાર આવશે અને પૂર્ણ બહુમત પછી પોસ્ટ મતદાન નથી થતું.

 

સહનશીલતા

શિવસેના, ઓમપ્રકાશ રાજભર તરફથી સતત સીધા વડાપ્રધાન મોદી પર કરેલા હુમલા વિશે અમિત શાહે કહ્યું કે જુઓ તમે જે માનો તે પણ અમારી સહનશીલતા ખુબ છે.

વંશવાદ પર અમિત શાહનો જવાબ

વંશવાદ પર કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાના મુદ્દે કેમ બોલતી નથી? તેના જવાબમાં શાહે કહ્યું કે જ્યારે સોનિયા ગાંધીએ નિર્ણય લીધો કે હવે તે અધ્યક્ષ નહી રહે ત્યારે કોઈને શંકા હતી કે કોંગ્રેસના બીજા અધ્યક્ષ કોણ બનશે? હવે તમે જણાવો કે મારા પછી ભાજપના અધ્યક્ષ કોણ હશે? નહી જણાવી શકો કારણ કે અમારે ત્યાં ડેમોક્રેટિક સિસ્ટમ છે.

અમારી પાર્ટીના કોઈ કાર્યકર્તાનો પુત્ર કે પુત્રી મુખ્યમંત્રીની જગ્યાએ મુખ્યમંત્રી નથી બનતા. અમે અધ્યક્ષ પદના કાર્યકાળને પણ નાનો કર્યો છે. પાર્ટીના સંવિધાનને પણ બદલ્યો છે. NDAના વંશવાદના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે પહેલા તો અમે કહેવા માગીએ છે કે અમે કોઈને નફરત કરતા નથી. અમે વંશવાદ પર જાગૃતિ કરીએ છીએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]