શરમજનક : શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની કૉંગ્રેસ કાર્યકરોએ બનાવી મજાક, પૂર્વ CM હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત પર કરાયો નોટોનો વરસાદ, જુઓ VIDEO

એક તરફ આખો દેશ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પોતાના વીર જવાનોની શહાદત પર આંસુ વહાવી રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડના રુડકી (RURKI)માંથી એક અસંવેદનશીલ VIDEO સામે આવ્યો છે. TV9 Gujarati   હરિદ્વારના રુડકી શહેરમાં કૉંગ્રેસ તરફથી આયોજિત એક સન્માન સમારંભમાં પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાતને મજાક બનાવી દેવામાં આવી. આ કાર્યક્રમમાં કવાલી દરમિયાન […]

શરમજનક : શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની કૉંગ્રેસ કાર્યકરોએ બનાવી મજાક, પૂર્વ CM હરીશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત પર કરાયો નોટોનો વરસાદ, જુઓ VIDEO
| Updated on: Feb 23, 2019 | 6:33 AM

એક તરફ આખો દેશ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા પોતાના વીર જવાનોની શહાદત પર આંસુ વહાવી રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડના રુડકી (RURKI)માંથી એક અસંવેદનશીલ VIDEO સામે આવ્યો છે.

TV9 Gujarati

 

હરિદ્વારના રુડકી શહેરમાં કૉંગ્રેસ તરફથી આયોજિત એક સન્માન સમારંભમાં પુલવામા આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાતને મજાક બનાવી દેવામાં આવી. આ કાર્યક્રમમાં કવાલી દરમિયાન કૉંગ્રેસીઓએ નોટોનો વરસાદ કર્યો.

આશ્ચર્યની વાત એ રહી કે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કૉંગ્રેસ નેતા વીરેન્દ્ર રાવત હતાં કે જેઓ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવતના પુત્ર છે. કૉંગ્રેસ કાર્યકરોએ કવાલ પર નહીં, પણ વીરેન્દ્ર રાવત ઉપર પણ નોટોનો વરસાદ કર્યો.

પોતાના કાર્યકરોને રોકવાની જગ્યાએ વીરેન્દ્ર રાવત હસતા અને ખિલખિલાતા નજરે પડ્યાં.

કાર્યક્રમ દરમિયાન શહીદોને શ્રદ્ધાંજલિને મજાક બનાવી દેનાર વીરેન્દ્ર રાવતે મીડિયા સામે ડંફાસો મારતા કહ્યું કે આ એક શ્રદ્ધાંજલિ સભા છે અને આ સભાના માધ્યમથી 56 ઇંચ ધરાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જગાવવા છે.

જુઓ વીડિયો :

https://dai.ly/x72wc2j

[yop_poll id=1718]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:30 am, Sat, 23 February 19

Follow Us
Loading...
Unable to load recommendations.