આજથી લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગુ, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ-સ્પીકરો પર પ્રતિબંધ, ઉપરાંત જો નેતાઓએ કર્યું આ કામ તો થશે કાર્યવાહી

|

Mar 10, 2019 | 2:47 PM

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં વિવિધ સાત 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. જાહેરાતની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આચાર-સંહિતા લાગી ગઈ છે. પારદર્શક ચૂંટણી થાય તે માટે ચૂંટણી પંચે ઘણાં નિયમોની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી. તેમાં મુખ્યત્ત્વે જોવા જઈએ તો આચાર-સંહિતા લાગી જવાથી હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ […]

આજથી લોકસભા ચૂંટણીની આચાર-સંહિતા લાગુ, રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ-સ્પીકરો પર પ્રતિબંધ, ઉપરાંત જો નેતાઓએ કર્યું આ કામ તો થશે કાર્યવાહી

Follow us on

ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં વિવિધ સાત 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત કરી છે. જાહેરાતની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આચાર-સંહિતા લાગી ગઈ છે.

પારદર્શક ચૂંટણી થાય તે માટે ચૂંટણી પંચે ઘણાં નિયમોની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી હતી. તેમાં મુખ્યત્ત્વે જોવા જઈએ તો આચાર-સંહિતા લાગી જવાથી હવે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના લાઉડ-સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. ઈવીએમની સુરક્ષાને લઈને સવાલો ઉભા થાય છે તેને ડામવા હવે ચૂંટણી પંચે દરેક ઈવીએમ લઈ જનારા વાહનોમાં જીપીએસ લગાવવાનું નક્કી કર્યું છે. દરેક નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ નજર રાખવામાં આવશે. પેઈડ ન્યૂઝની સામે કડક પગલાં ચૂંટણી પંચ લેશે તેવી માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.  C-ViGIL નામના એપથી ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ કરી શકાશે અને તેને લઈને હાજર અધિકારી 100 મિનિટમાં જવાબ પણ આપશે. આમ કોઈપણ ગેરરીતીને લઈને હવે સીધી જ ફરિયાદ ઈલેકશન કમિશનને થઈ શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article