શુભેન્દુ અધિકારીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત, પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ અંગે કરી ચર્ચા

|

Jun 09, 2021 | 10:55 PM

પશ્ચિમ બંગાળ (West Bengal)વિધાનસભાના વિપક્ષી નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારી( Suvendu Adhikari) એ બુધવારે પીએમ મોદી( PM Modi) સાથે મુલાકાત કરી અને રાજ્ય સાથે જોડાયેલા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી

શુભેન્દુ અધિકારીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત, પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ અંગે કરી ચર્ચા
શુભેન્દુ અધિકારીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત

Follow us on

પશ્ચિમ બંગાળ (West Bengal)વિધાનસભાના વિપક્ષી નેતા અને ભાજપના ધારાસભ્ય શુભેન્દુ અધિકારી( Suvendu Adhikari) એ બુધવારે પીએમ મોદી( PM Modi) સાથે મુલાકાત કરી અને રાજ્ય સાથે જોડાયેલા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી.  શુભેન્દુ અધિકારી  મોદીને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન,  7 – લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા.

રાજકીય મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ વિગતવાર વાતચીત કરી

આ બેઠક પછીના એક ટ્વિટમાં શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની અને તેમના આશીર્વાદ લેવાની તક મળી. મને તેમનો કિંમતી સમય આપવા બદલ હું તેમનો આભાર માનું છું. મેં તેમની સાથે બંગાળ અને અન્ય વિવિધ રાજકીય મુદ્દાઓ પર લગભગ 45 મિનિટ વિગતવાર વાતચીત કરી. મેં પશ્ચિમ બંગાળના વિકાસ માટે તેમનો ટેકો અને માર્ગદર્શન માંગ્યું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શુભેન્દુ અધિકારી( Suvendu Adhikari)ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિ‌ત પક્ષના ઘણા ટોચના નેતાઓને મળ્યા હતી.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને પણ બંધારણની ગૌરવની કાળજી લેવી જોઈએ

તેની બાદ પત્રકારો સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે ભાજપ અધ્યક્ષથી લઈને પીએમ મોદી ( PM Modi) સુધીના તેમની બેઠક દરમિયાન તેમણે તેમને રાજ્યની પરિસ્થિતિથી માહિતગાર કર્યા અને કહ્યું કે રાજકીય હિંસા બંધ થવી જોઈએ. “પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને પણ બંધારણની ગૌરવની કાળજી લેવી જોઈએ. મતદાન પછીની હિંસામાં અત્યાર સુધીમાં 42 કાર્યકરોના મોત નીપજ્યાં છે. અમે ભાજપના કાર્યકરોની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ.

પ્રથમવાર વડા પ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓને મળ્યા 

શુભેન્દુ અધિકારી( Suvendu Adhikari) બાદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પણ મળ્યા હતા. તોમરને મળ્યા પછી અધિકારીએ ટ્વિટ કર્યું, ‘બંગાળમાં મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે કૃષિ પ્રધાન સાથે ચર્ચા કરી. તેમણે મારી ફરિયાદો પર યોગ્ય પગલા લેવાની ખાતરી આપી છે. પશ્ચિમ બંગાળમાં વિપક્ષી નેતા બન્યા પછી, અધિકારીએ અહીં પ્રથમવાર વડા પ્રધાન સહિત ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અધિકારીએ નંદીગ્રામ સીટ પર ચુસ્ત હરીફાઈમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને હરાવી હતી. અધિકારીએ મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા અને રાજ્યને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. અધિકારી પશ્ચિમ બંગાળમાં અગાઉની મમતા બેનર્જીની આગેવાનીવાળી સરકારમાં પ્રધાન હતા, પરંતુ આ વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયા હતા.

Next Article