Local body poll Surat: સુરત( Surat ) મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલી મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થતાં તમામ 484 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઈ છે. સ્ટ્રોંગરૂમની બહાર ચુસ્ત સુરત ( Surat ) પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીપલોદ અને મજુરાગેટ સ્થિત ગાંધી એન્જીનીયરીંગ કોલેજના મુખ્ય બે મથકો પરથી મંગળવારે સુરત ( Surat ) મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. કુલ 30 વોર્ડની મતગણતરી એસવીએનઆઇટી અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજથી થશે.
Published On - 12:02 pm, Mon, 22 February 21