Surat : જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ભાજપનો કર્યો ત્યાગ, AAPની ટોપી ધારણ કરી

|

Jun 27, 2021 | 1:27 PM

Surat : ગુજરાત વિધાનસભા ચુંટણી 2020 પૂર્વે રાજ્યમાં પોતાના પ્રભાવ વધારવા માટે આમ આદમી પાર્ટી કાર્યરત થઈ છે. મહેશ સવાણી ( Mahesh Savani)વર્ષોથી ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. મહેશ સાવાણી( Mahesh Savani) ભાજપ છોડી આપમાં જોડાયા છે.

Surat : દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા આજે ગુજરાતની મુલાકાતે છે.સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી ( Mahesh Savani) આપમાં જોડાયા છે.

આજે સવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે મનીષ સિસોદિયાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.મનીષ સિસોદીયા પહેલા 24 જૂનના રોજ સુરત આવવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ 24 જૂનનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.

મહેશ સવાણી આપનો ખેસ પહેરતા જ મનિષ સિસોદીયાએ ટ્વિટ કરી કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પરિવાર સતત મોટો બની રહ્યો છે, આજે ગુજરાતના પ્રતિષ્ઠિત સમાજ સેવક અને ઉદ્યોગ અગ્રણી મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેઓના આપમાં જોડાવાના કારણે સ્પષ્ટ થયું છે કે, ગુજરાતની જનતા ભાજપથી ત્રસ્ત છે અને જનતા પરિવર્તન ઈચ્છે છે.

 

 

મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગર જિલ્લાના રાપરડા ગામના રહેવાસી છે તેમજ સવાણી ગ્રુપના સંચાલક પણ છે સાથે ડાયમંડ, એજ્યુકેશન , રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. મહેશ સવાણીએ કહ્યું કે, હું સમાજસેવામાં માનનારો માણસ છું.

 

Next Video