SURAT : ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને કોંગ્રેસ AAPથી ડરી રહ્યા છે: CM કેજરીવાલ

|

Feb 26, 2021 | 2:38 PM

SURAT : આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરને સંબોધતા CM કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.

SURAT : આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરને સંબોધતા CM કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કેજરીવાલે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા, કે ભાજપ AAPના કોર્પોરેટરોને લલચાવવાનો, ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરશે પરંતુ તમે તૂટતા નહીં. કેજરીવાલે કહ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં કોઇ વિકલ્પ હતો નહીં , એટલે ભાજપનું એકતરફી શાસન હતું. પરંતુ હવે મતદારો પાસે વિકલ્પ છે. અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ શાનદાર જીત મેળવવાની છે. અરવિંદ કેજરીવાલે સંબોધન દરમિયાન સી.આર.પાટીલે સોનાની થાળી વાળા કરેલા નિવેદન પર પણ પલટવાર કર્યો. અને કહ્યું કે, સ્પષ્ટ રીતે વર્તાઇ આવે છે કે, ભાજપ અને કોંગ્રેસના મોટા મોટા નેતાઓ આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે. મહત્વનું છે કે, હવે બપોરે 3 વાગ્યે કેજરીવાલ માનગઢ ચોકથી રોડ શૉ કરશે. અને સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટ પરથી દિલ્લી જવા માટે રવાના થશે.

 

Published On - 2:38 pm, Fri, 26 February 21

Next Video