SURAT : કોંગ્રેસમાં વધુ એક ભંગાણ, વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું

|

Feb 09, 2021 | 4:38 PM

SURAT : સુરતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સામે આવી રહ્યા છે.

SURAT : સુરતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો અંગે મોટો વિખવાદ થયો છે. ટિકિટની વહેંચણીને લઈને કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ – PAASના કાર્યકરો વચ્ચે ટિકિટ વહેંચણીને લઈને ગજગ્રાહ થતાં પહેલા ધાર્મિક માલવીયાએ ફોર્મ જ ન ભર્યું તો, PAASના સમર્થનમાં જિગ્નેશ મેવાસાએ શહેર કોંગ્રેસ મહામંત્રીના પદેથી રાજીનામું આપ્યું. હવે સુરત કોંગ્રેસમાં વધુ એક ભંગાણ સર્જાયું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-3ના કોંગ્રેસ ઉમેદવાર કાનજી ભરવાડે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસમાં એક પછી એક ભંગાણ સર્જાતા પ્રદેશ કોંગ્રેસમાં ચિંતા વ્યાપી છે. અણીના સમયે જ કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા આ બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.

Next Video