વલસાડઃ હાર્દિક પટેલની સભામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક લોકોએ માસ્ક ન પહેરીને તોડ્યા નિયમો

|

Oct 28, 2020 | 5:16 PM

પેટાચૂંટણી આવી રહી છે, જેમાં ભાજપ-કૉંગ્રેસે કોરોનાના નિયમો નેવે મૂકીને જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નેતાઓની ચૂંટણીસભાઓમાં સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. વલસાડની કપરાડા બેઠક પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં સુથારપાડા ગામે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેમની સભામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા […]

વલસાડઃ હાર્દિક પટેલની સભામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક લોકોએ માસ્ક ન પહેરીને તોડ્યા નિયમો

Follow us on

પેટાચૂંટણી આવી રહી છે, જેમાં ભાજપ-કૉંગ્રેસે કોરોનાના નિયમો નેવે મૂકીને જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નેતાઓની ચૂંટણીસભાઓમાં સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. વલસાડની કપરાડા બેઠક પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં સુથારપાડા ગામે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેમની સભામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા. કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું પણ હિતાવહ ન સમજ્યું. આ સભામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી, કપરાડા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર બાબુ વરઠા અને જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ પણ હાજર હતા. તેમની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થતું રહ્યું, તેમ છતાં કોઈએ કોઈ જ દરકાર ન લીધી. હવે આ સભાના કારણે કોઈ વ્યક્તિને કોરોના થાય તો તેના માટે જવાબદાર કોણ? તે એક મોટો સવાલ છે.

આ પણ વાંચો: મોરબી: વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં કોરોના ગાઈડલાઈનની ઐસી-તૈસી, વિદ્યાર્થીઓને શાળામાં કરાવાતો હતો અભ્યાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article