પૂર્વ વિદેશ મંત્રી S.M.કૃષ્ણા બોલ્યા, “રાહુલ ગાંધીની વધારે પડતી દખલગીરીના કારણે કોંગ્રેસ છોડ્યું”

|

Feb 10, 2019 | 8:41 AM

યૂપીએ2 દરમિયાન સરકારના નિર્ણયોમાં રાહુલ ગાંધી દખલગીરી કરતા હોવાનો આરોપ પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ લગાવ્યો. કોંગ્રેસ છોડી ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 10 વર્ષ પહેલા માત્ર સાંસદ હતા, પરંતુ પાર્ટીના દરેક નિર્ણયમાં દખલ કરતા. આ જ કારણે તેમણે પાર્ટી પણ છોડી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ એમ […]

પૂર્વ વિદેશ મંત્રી S.M.કૃષ્ણા બોલ્યા, રાહુલ ગાંધીની વધારે પડતી દખલગીરીના કારણે કોંગ્રેસ છોડ્યું

Follow us on

યૂપીએ2 દરમિયાન સરકારના નિર્ણયોમાં રાહુલ ગાંધી દખલગીરી કરતા હોવાનો આરોપ પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ લગાવ્યો. કોંગ્રેસ છોડી ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 10 વર્ષ પહેલા માત્ર સાંસદ હતા, પરંતુ પાર્ટીના દરેક નિર્ણયમાં દખલ કરતા. આ જ કારણે તેમણે પાર્ટી પણ છોડી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ એમ કૃષ્ણાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે રાહુલ ગાંધી સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ કરતા હતા. રાહુલ ગાંધીની દખલગીરીના કારણે તેમણે પાર્ટી છોડવી પડી.

એટલું જ નહીં, રાહુલ ગાંધીની દખલગીરી કરવાની ટેવના કારણે જ તેમણે વિદેશમંત્રીનું પદ પણ છોડ્યું હોવાની પણ વાત કરી. સાથે જ તેમની પાસે કોઈ રસ્તો ન બચતા તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

કૃષ્ણાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે જ્યારે 10 વર્ષ પહેલા તેઓ સાંસદ હતા, ત્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા. એ સમયે પણ રાહુલ ગાંધી પાસે ઘણાં મહત્ત્વના મુદ્દાઓ ચર્ચા માટે મોકલવામાં આવતા પરંતુ વડાપ્રધાનને જ એ મુદ્દાઓ વિશે ખબર નહોતી રહેતી. કોંગ્રેસ ગઠબંધનનો સહયોગી પાર્ટીઓ પર કોઈ નિયંત્રણ નહોતું રહ્યું અને એટલે જ યૂપીએ2ના શાસનકાળ દરમિયાન એક બાદ એક મોટા ઘોટાળાઓ સામે આવતા રહ્યાં.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે વિદેશ મંત્રી તરીકે તેમનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી હતો. પરંતુ તેમને હટાવવાનો આદેશ રાહુલ ગાંધીએ આપ્યો કારણ કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને કેબિનેટમાં જગ્યા આપવા નહોતા માગતા.

ભાજપમાં સામેલ થયા બાદ પણ કૃષ્ણા સક્રિય રાજનીતિથી લગભગ દૂર જ છે. જોકે, કર્ણાટક ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વિરૂદ્ધની રેલીમાં ભાગ જરૂર લીધો હતો.

[yop_poll id=1272]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article