West Bengal માં રાજકીય ઉથલ-પાથલના સંકેતો, હવે આ નેતા ટીએમસીમાં ઘરવાપસી કરે તેવી અટકળો

શુક્રવારે ભાજપના નેતા મુકુલ રોય( Mukul Roy)એ ભાજપને અલવિદા કરીને ટીએમસીમાં ઘરવાપસી કરી છે. તેવા સમયે હવે બીજા ભાજપના નેતા જે ઇલેક્શન પૂર્વે ટીએમસી છોડીને ભાજપના જોડાયા હતા તે રાજીવ બેનર્જીએ પણ ટીએમસીમાં ઘરવાપસીના સંકેત આપ્યા છે.

West Bengal માં રાજકીય ઉથલ-પાથલના સંકેતો, હવે આ નેતા ટીએમસીમાં ઘરવાપસી કરે તેવી અટકળો
રાજીબ બેનર્જી ભાજપ છોડી ટીએમસીમાં ઘરવાપસી કરે તેવી અટકળો
| Updated on: Jun 12, 2021 | 7:59 PM

પશ્ચિમ બંગાળ( West Bengal)માં રાજકીય હલચલ હંમેશા ચરમસીમા પર હોય છે. જેમાં અનેક વાર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેના ટકરાવને કારણે બંગાળ ચર્ચામાં રહે છે. તો કેટલીક વાર રાજકીય હિંસાને લઇને પશ્ચિમ બંગાળ( West Bengal)ની સરકાર અને રાજકારણ ચર્ચામાં આવે છે. પરંતુ હવે ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓની ટીએમસીમાં ઘરવાપસીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

રાજીબ બેનર્જીના  ટીએમસીમાં ઘરવાપસીના સંકેત 

જેમાં પણ શુક્રવારે ભાજપના નેતા મુકુલ રોય( Mukul Roy)એ ભાજપને અલવિદા કરીને ટીએમસીમાં ઘરવાપસી કરી છે. તેવા સમયે હવે  ભાજપના બીજા  નેતા જે ઇલેક્શન પૂર્વે ટીએમસી છોડીને ભાજપના જોડાયા હતા તે રાજીબ બેનર્જી(Rajib Banerjee ) એ પણ ટીએમસીમાં ઘરવાપસીના સંકેત આપ્યા છે.

મુકુલ રોય પછી ભારતીય જનતા પાર્ટીના નેતા રાજીબ બેનર્જી(Rajib Banerjee ) પણ તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ફરવા જઇ રહ્યા હોવાના સંકેત મળ્યા છે. જેમાં રાજીવે શનિવારે કોલકત્તામાં ટીએમસીના રાજ્ય સચિવ કુણાલ ઘોષના ઘરે મુલાકાત લીધા બાદ રાજકીય અટકળો તીવ્ર બની છે. જોકે કૃણાલ ઘોષે તેને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.

દોમજૂર  વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા

રાજીબ બેનર્જી(Rajib Banerjee )એ ભૂતકાળમાં ઘણા સંકેતો આપ્યા છે કે તે જલ્દીથી જૂની પાર્ટીમાં ફરી શકે છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂર્વે જ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા મમતા સરકારના પૂર્વ પ્રધાન ચૂંટણીમાં દોમજૂર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.

શુવેન્દુ અધિકારીના કદમાં વધારો થતાં તેઓ ગુસ્સે થયા 

એક દિવસ અગાઉ જ ભાજપમાં જોડાયેલા મુકુલ રોયે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિમાં ભાજપમાં કોઈ નેતા રહેશે નહીં. 2017 માં ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોયને પાર્ટી દ્વારા રાષ્ટ્રીય ઉપપ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો હતો. પરંતુ પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારીના કદમાં વધારો થતાં તેઓ ગુસ્સે થયા હતા.

જ્યારે મુકુલ રોયની ઘરવાપસી પર સ્વાગત કરતા  ટીએમસી ચીફ મમતા બેનર્જીને પૂછવામાં આવ્યું હતું કે શું વધુ નેતાઓ ભાજપમાંથી ટીએમસીમાં પાછા આવશે કે નહીં. ત્યારે તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં તેની જાણ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ શાસન લાદવું એ જનાદેશનું અપમાન 

મુકુલ રોય અને રાજીબ બેનર્જી(Rajib Banerjee )એ મંગળવારે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ભાજપની પાર્ટી બેઠકમાં ભાગ લીધો ન હતો. ત્યારથી પક્ષ છોડવાની અટકળો તેજ બની હતી. આ સિવાય તેમણે ટ્વિટરની મદદથી એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પછી ફાટી નીકળેલી હિંસાને કારણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ જનાદેશનું અપમાન હશે.

Published On - 7:56 pm, Sat, 12 June 21