લાહોર થિંક ફેસ્ટમાં શશિ થરૂર બોલ્યા પાકિસ્તાની ભાષા, કહ્યું કોરોના મુદ્દે પાકિસ્તાને કરી સારી કામગીરી, કોંગ્રેસ બેકફૂટ પર, ભાજપે સાધ્યુ નિશાન

|

Oct 19, 2020 | 4:28 PM

સંસદ સભ્ય શશિ થરુર લાહોરમાં થિંક ફેસ્ટમાં કોવિડ-19 એ દુનિયાને કેવી રીતે બદલી તે વિષય પર પાકિસ્તાની પત્રકાર ખુરર્મ હુસેન સાથે વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન પાકિસ્તાની પત્રકાર હુસેને શશિ થરૂરને પૂછ્યું કે કોવિડ-19 ને લઇ ભારતની શું પરિસ્થિતી છે, ત્યારે  શશિ થરુરે જવાબમાં કહ્યું કે સ્વાભાવિક પણે હાલત બરાબર નથી. તમે લોકો સામાન્ય […]

લાહોર થિંક ફેસ્ટમાં શશિ થરૂર બોલ્યા પાકિસ્તાની ભાષા, કહ્યું કોરોના મુદ્દે પાકિસ્તાને કરી સારી કામગીરી, કોંગ્રેસ બેકફૂટ પર, ભાજપે સાધ્યુ નિશાન

Follow us on

સંસદ સભ્ય શશિ થરુર લાહોરમાં થિંક ફેસ્ટમાં કોવિડ-19 એ દુનિયાને કેવી રીતે બદલી તે વિષય પર પાકિસ્તાની પત્રકાર ખુરર્મ હુસેન સાથે વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન પાકિસ્તાની પત્રકાર હુસેને શશિ થરૂરને પૂછ્યું કે કોવિડ-19 ને લઇ ભારતની શું પરિસ્થિતી છે, ત્યારે  શશિ થરુરે જવાબમાં કહ્યું કે સ્વાભાવિક પણે હાલત બરાબર નથી. તમે લોકો સામાન્ય જીવન તરફ પાછા વળી રહ્યા છો, પરંતું અમારે ત્યાં સંખ્યા વધી રહી છે.

વધુમાં થરૂરે જણાવ્યું કે ભારતમાં દરેક જગ્યા પર પરિસ્થિતિ ખરાબ છે. ક્યાંક વધારે ક્યાંક ઓછા એનું કોઇ પ્રમાણ નથી. દિલ્લી જ્યાં હું રહુ છું ત્યાં તેમજ મારું સંસદીય ક્ષેત્ર ત્તિરુઅનંતપુરમ દરેક જગ્યા પર કોરોના વાયરસની પરિસ્થિતી ખૂબ જ ખરાબ છે. એક સવાલના જવાબમા શશિ થરૂરે કહ્યું કે વધારે ભારતમાં કોરોનાના રિપોર્ટ કરવાથી કોરોનાના વધું  કેસ સામે આવ્યા છે, જ્યારે પાકિસ્તાનમાં કોરોનાના વધારે કેસ એટલે સામે નથી આવ્યા કારણ કે ક્યાં તો એ બધા કેસ એસિમ્ટોમેટિક હતા અથવા તો ત્યાં કોરોનાના કેસની તપાસ નથી કરવામાં આવી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જ્યારે થરૂરને પૂછવામાં આવ્યું કે કોવિડ-19 એ કેંદ્ર સરકારની રાજનીતી કેટલી અસર કરી છે ત્યાર જવાબમાં થરુરે કહ્યું કે પોલ્સ પરથી તો નથી લાગી રહ્યું કે રાજકીય રૂપથી એવી પર કોઇ અસર પર પડી છે જેવી અસર પડવી જોઇતી હતી. સાથે જ થરૂરે કહ્યું કે કેંદ્ર સરકાર પણ જાણે કે કોરોનાને અટકાવવામાં તેમણે સારું કામ કર્યું નથી . પણ લાગતું નથી કે ચૂંટણીમાં તેમને કોઇ નુકસાન થાય, એ જ કારણ છે અમે વિપક્ષમાં છીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article