local body poll 2021: BJP પાર્લામેન્ટ્રી બોર્ડમાં 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત, જુના જોગીનાં પત્તા કટ
BJP પાર્લામેન્ટ્રી બોર્ડમાં 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત

local body poll 2021: BJP પાર્લામેન્ટ્રી બોર્ડમાં 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત, જુના જોગીનાં પત્તા કટ

| Updated on: Feb 02, 2021 | 2:52 PM

local body poll 2021 મુદ્દે રાજકીય પક્ષો એક્ટી થવા લાગ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાથી એક્ટીવ થઈ ગયેલા BJP આ વખતે ધરમૂળમાંથી ફેરફાર કરવાનું વિચારી તો રહી છે પણ અમલમાં મુકવાનો પ્રયાસ પણ કરી રહી છે.

local body poll 2021 મુદ્દે રાજકીય પક્ષો એક્ટીવ થવા લાગ્યા છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાથી એક્ટીવ થઈ ગયેલા BJP આ વખતે ધરમૂળમાંથી ફેરફાર કરવાનું વિચારી તો રહી છે પણ અમલમાં મુકવાનો પ્રયાસ પણ કરી રહી છે. ભાજપની ગાંધીનગર ખાતે ચાલી રહેલી પાર્લામેન્ટ્રી બોર્ડ નો આજે બીજો દિવસ છે અને આજથી 2 દિવસ સુધી અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવાર નક્કી કરવા કવાયત હાથ ધરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે સીટીંગ કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે એમાં બેમત નથી. પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટ્રેટેજી પ્રમાણે 60 વર્ષ કરતા મોટા 13 થી વધુ કોર્પોરેટરને ટિકિટ ના મળે એવી શક્યતા છે.

કોની કપાઈ શકે છે ટીકીટ
ચાંદખેડા :- કલ્પના વૈદ્ય, જયંતિ જાદવ
સાબરમતી :-ચંચળ બેન પરમાર
સૈજપુર બોધા :- ક્રિષ્ના બેન ઠાકર
શાહીબાગ :- પ્રવીણ પટેલ
જોધપુર : મીનાક્ષી બેન પટેલ, રશ્મિકાંત શાહ
નિકોલ :- હીરાબેન પટેલ
વિરાટનગર ચંદ્રાવતી ચૌહાણ
બાપુનગર :- મધુકાંતા બેન લેઉઆ
ખડીયા :- મયુર દવે
મણિનગર :- અમુલ ભટ્ટ
વસ્ત્રાલ :- મધુબેન પટેલ
ભાઈપુરા હાટકેશ્વર :- સુધાબેન સાગર
ખોખરા નયન બ્રહ્મભટ્ટ

 

Published on: Feb 02, 2021 02:44 PM