ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

|

Jun 19, 2019 | 10:39 AM

ગુજરાત રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પિટિશન જેવી કોઈ વસ્તુ નથી અને આ રિટ નથી તેથી તે કલમ 32 હેઠળ આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે સીટ ખાલી કેવી રીતે પડી છે, કેઝ્યુઅલ છે કે નિયમિત સીટ. સોમવારે ચૂંટણી પંચ અરજીમાં […]

ગુજરાત ફરી બન્યું ચૂંટણીનો અખાડો, કોંગ્રેસ અને ચૂંટણી પંચ આવ્યા સામ-સામે, રાજ્યસભાની ચૂંટણીની તારીખને લઈને વિવાદ

Follow us on

ગુજરાત રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પિટિશન જેવી કોઈ વસ્તુ નથી અને આ રિટ નથી તેથી તે કલમ 32 હેઠળ આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે સીટ ખાલી કેવી રીતે પડી છે, કેઝ્યુઅલ છે કે નિયમિત સીટ. સોમવારે ચૂંટણી પંચ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર નોટિસનો જવાબ આપશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોમવારે ચૂંટણી પંચ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પર નોટિસનો જવાબ આપશે અને મંગળવારે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે બેઠકો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકારીને એક અરજી દાખલ કરી હતી. અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની ખાલી પડેલી બેઠકો પર એક સાથે ચૂંટણી યોજવાની માગણી કરી છે. અરજીમાં તેમણે જણાવ્યું હતું કે એક જ દિવસે બંને બેઠકો પર અલગ ચૂંટણીઓ યોજવીએ ગેરબંધારણીય છે. ગુજરાતની રાજ્ય સભામાં ખાલી પડેલી બે બેઠકો પર 5 જુલાઇએ ચૂંટણી યોજાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગરથી તેમની પ્રથમ લોકસભાની ચૂંટણી જીત્યા પછી શાહની બેઠક 28 મેના રોજ ખાલી થઈ ગઈ હતી, જ્યારે સ્મૃતિ ઇરાનીની બેઠક 29 મેના દિવસે ખાલી તરીકે જાહેર કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:01 am, Wed, 19 June 19

Next Article