
મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ચૂંટણીને લઈને ફોર્મ અને એફેડેવિટ દાખલ કર્યું ત્યારે તેમાં તેમની અપરાધિક બાબતોનો ઉલ્લેખ કર્યો નહોતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બુધવારના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યતાવાળી ખંડપીઠે આ બાબતની સુનાવણી કરી તેમાં ફડણવીસના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ મામલાઓ એફિડેવિટ થયું ત્યારે પેન્ડિંગ હતા અને તેને લઈને કોઈ જ ચૂકાદો આવ્યો ન હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે ફરીયાદી દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે જાણી જોઈને આ માહિતી છુપાવવામાં આવી છે અને તેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો નથી. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે 2014માં જે વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ફડણવીસ દ્વારા આ અપરાધના જે બે મામલાઓ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી આ કાયદાનું ઉલ્લંઘન છે અને તેના લીધે તેમની ચૂંટણી જ રદ્દ કરી દેવી જોઈએ.
આ પણ વાંચો: વિશ્વ કપમાંથી ધોની લઈ શકે છે સંન્યાસ: BCCI સૂત્ર
સુપ્રીમ કોર્ટે આ સુનાવણીને લઈને અંતિમ તારીખ આપી દીધી છે. 23 જૂલાઈના રોજ આ વિવાદને લઈને અંતિમ સુનાવણી સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવશે. આમ મહારાષ્ટ્રના સીએમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]