પશ્ચિમ બંગાળમાં મમતાના હાઈ વૉલ્ટેજ ડ્રામાથી સુપ્રીમ કોર્ટ પણ ગુસ્સામાં, સીબીઆઈને કહ્યું : ‘પુરાવા આપો, પોલીસ કમિશનરે પસ્તાવું પડશે’

સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનવણી કરશે. સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન કર્યુ હતું કે તે રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપે. સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો. ‘તો રાજીવ કુમારે પસ્તાવું […]

પશ્ચિમ બંગાળમાં મમતાના હાઈ વૉલ્ટેજ ડ્રામાથી સુપ્રીમ કોર્ટ પણ ગુસ્સામાં, સીબીઆઈને કહ્યું : ‘પુરાવા આપો, પોલીસ કમિશનરે પસ્તાવું પડશે’
| Updated on: Feb 04, 2019 | 7:00 AM

સારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનવણી કરશે.

સીબીઆઈએ અરજીમાં કોર્ટને નિવેદન કર્યુ હતું કે તે રાજીવ કુમારને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપે. સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો.

‘તો રાજીવ કુમારે પસ્તાવું પડશે’

આ પણ વાંચો : કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

સીબીઆઈએ આરોપ લગાવ્યો કે રાજીવ કુમારે સારદા ચિટફંડ કૌભાંડમાં પુરાવા નષ્ટ કર્યા છે. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું, ‘જો કોલકાતા પોલીસ કમિશનરે પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો તેની સાથે જોડાયેલા સાક્ષ્ય અમારી સામે લાવવામાં આવે. એવી કાર્યવાહી થશે કે તેમને (રાજીવ કુમારને) પસ્તાવું પડશે.’

નોંધનીય છે કે પોતાની અરજીમાં સીબીઆઈએ કહ્યુ હતું કે કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને ઘણી વાર સમન મોકલાયું, પણ તેમના તરફથી તપાસમાં કોઈ સહકાર નથી આપવામાં આવી રહ્યા હતાં અને તેઓ તપાસમાં વિઘ્નો પણ પેદા કરી રહ્યા હતાં.

[yop_poll id=1060]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:31 am, Mon, 4 February 19