Maharashtra : શું અઢી વર્ષ જ મુખ્યપ્રધાન પદ પર રહેશે Uddhav Thackeray ? સંજય રાઉતે આપ્યો જવાબ

|

Jun 13, 2021 | 11:32 PM

સંજય રાઉત (Sanjay Raut) નું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) થોડા દિવસો પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જેના પગલે રાજ્યમાં રાજકીય અટકળોનું બજાર ગરમ હતું.

Maharashtra : શું અઢી વર્ષ જ મુખ્યપ્રધાન પદ પર રહેશે Uddhav Thackeray ? સંજય રાઉતે આપ્યો જવાબ
FILE PHOTO

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં જ્યારથી શિવસેના-કોંગ્રેસ-NCP ની ત્રિશંકુ મહાવિકાસ આઘાડી સરકારની રચના થઇ ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુખ્યપ્રધાન પદ પર અઢી-અઢી વર્ષ સુધી બે પાર્ટીના નેતા રહેશે. પ્રથમ શિવેસનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મુખ્યપ્રધાન બન્યા.હવે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે કે શું ઉદ્ધવ ઠાકરે અઢી વર્ષ જ મુખ્યપ્રધાન પદ પર રહેશે ?શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

અઢી વર્ષ જ CM બન્યા રહેશે ઉદ્ધવ?
રાજકારણમાં કોઈ કોઈનો સગો નથી. એવું કહેવામાં આવે છે કે Everything is fair in Love, War and Politics. રાજકારણમાં ક્યારે નાનો વ્યક્તિ ઉપર આવી જાય અને ટોચ પર રહેલાનું કદ ક્યારે વેંતરાઈ જાય એ કાઈ નક્કી નથી હોતું. ખાસ કરીને જયારે ગઠબંધન સરકાર હોય, ત્યારે સત્તા અને વર્ચસ્વની ખેંચતાણ વધુ રહેતી હયો છે. મહારાષ્ટ્રમાં હાલ આવી જ સ્થિતિ છે. હાલ મહારાષ્ટ્રના સરકારમાં ત્રણ પક્ષોના ગઠબંધનની સરકાર છે. હવે એવી વાતો વહેતી થઇ કે મુખ્યપ્રધાન પદ પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અઢી વર્ષ સુધી જ મુખ્યપ્રધાન બન્યા રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સંજય રાઉતે આપ્યો જવાબ
શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ની ખુરશી પર જોખમ હોવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.સંજય રાઉતે કહ્યું,

”એવી અફવા છે કે 2.5 વર્ષ પછી શિવસેનાના મુખ્યપ્રધાનને બદલવામાં આવશે. જ્યારે ત્રણ પક્ષોએ સરકારની રચના કરી ત્યારે તેઓએ કટિબદ્ધતા દર્શાવી હતી અને નિર્ણય કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે મુખ્યપ્રધાન રહેશે. જો કોઈ પણ આ વિશે વાત કરે છે, તો તે જૂઠ્ઠાણા અને અફવાઓ સિવાય કંઈ નથી.”

 

સંજય રાઉત (Sanjay Raut) નું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) થોડા દિવસો પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જેના પગલે રાજ્યમાં રાજકીય અટકળોનું બજાર ગરમ હતું.

શિવસેના-ભાજપનું જોડાણ 2019 માં મુખ્યપ્રધાન પદના મુદ્દાને કારણે તૂટી ગયું હતું. શિવસેના ભાજપના સૌથી જુના સાથીપક્ષમાંથી એક હતો. હતા. તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP ) અને કોંગ્રેસ સાથેના અણધાર્યા ગઠબંધનમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવી.

આ પણ વાંચો : Arvind Kejriwal નો ગુજરાત પ્રવાસ, પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે વિધાનસભા ચૂંટણી માટેની AAP ની તૈયારીઓ શરૂ

Published On - 11:22 pm, Sun, 13 June 21

Next Article