RSSએ ભાજપને કહ્યું લોકસભા ચૂંટણી 2019માં જીતવું હોય તો કાપો આ 16 સાંસદોની ટિકિટ

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં 26 સીટ્સ મળ્યા બાદ ભાજપ માટે આ વખતે માહોલ બદલાયેલો છે. મધ્ય પ્રદેશમાં તેમની સરકાર જતી રહી છે અને વર્તમાન સાંસદો વિરૂદ્ધ ઠેર ઠેર જગ્યાએથી ગુસ્સો સામે આવી રહ્યો છે. ભાજપને મધ્યપ્દેશથી હવે વધારે સીટ્સ મળે તે માટે […]

RSSએ ભાજપને કહ્યું લોકસભા ચૂંટણી 2019માં જીતવું હોય તો કાપો આ 16 સાંસદોની ટિકિટ
| Updated on: Feb 11, 2019 | 8:24 AM

મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં 26 સીટ્સ મળ્યા બાદ ભાજપ માટે આ વખતે માહોલ બદલાયેલો છે. મધ્ય પ્રદેશમાં તેમની સરકાર જતી રહી છે અને વર્તમાન સાંસદો વિરૂદ્ધ ઠેર ઠેર જગ્યાએથી ગુસ્સો સામે આવી રહ્યો છે.

ભાજપને મધ્યપ્દેશથી હવે વધારે સીટ્સ મળે તે માટે સંઘે પોતાના પ્રયાસો શરૂ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંઘે હાલમાં જ એક સર્વે રિપોર્ટ ભાજપને સોંપ્યો છે. તેમાં પ્રદેશના 26માંથી આશરે 16 સાંસદોની ટિકિટ કાપવાની વાત મૂકવામાં આવી છે.

સંઘે કહ્યું છે,

“આ સાંસદો વિરૂદ્ધ પ્રજામાં ખૂબ ગુસ્સો છે. જો તેમને ફરીથી ટિકિટ આપવામાં આવી તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જશે.”

સંઘે વધુમાં કહ્યું,

“એક ડઝન સાંસદ છેલ્લા 5 વર્ષોમાં પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ ઓછા સક્રિય રહ્યા છે. ક્ષેત્રમાં લોકો સાથે તેમનો લગાવ નથી.”

જોકે આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે સંઘ જનપ્રતિનિધિઓની ટિકિટ કાપવાની રજૂઆત કરી રહ્યું હોય. 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ સંઘે અડધાથી વધુ ધારાસભ્યોની ટિકિટ કાપવાની સલાહ આપી હતી. જોકે ભાજપે તે ન માન્યું અને હારનો સામનો કરવો પડ્યો.

TV9 Gujarati

 

સંઘ હતું નારાજ

લોકસભા સીટ પર ઉમેદવારોની પસંદગી અને નિર્ણય ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ કરશે.તે નામ રાજ્યની ચૂંટણી સમિતિ કેન્દ્રની પેનલને મોકલશે. વિધાનસભા ચૂંટણીમાં સંઘે આપેલા નામોને ટિકિટ ન અપાતા સંઘ નારાજ હતું.

પરંતુ જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારબાદ સરકારી પરિસરમાં સંઘ શાખાઓ પર બેન લગાવવાની જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ સંઘ હરકતમાં આવ્યું અને ભાજપને જીતાડવા સમગ્ર તાકાત લગાવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં અવારનવાર ભાજપના સાંસદો ગુમ થયા છે તેવા પોસ્ટર્સ લાગતા રહે છે.

[yop_poll id=1304]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]