રાધનપુર: રસ્તો નહીં તો મત નહીં! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ કર્યો બહિષ્કાર

|

Feb 15, 2021 | 12:14 PM

રસ્તો નહીં તો મત નહીં. આ અવાજ છે રાધનપુરના ગોખાંતર ગામડીના ગ્રામજનોનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસના કોઈ ઉમેદવાર ગામમાં પ્રચાર કરવા ન પ્રવેશે તે માટે ગામ લોકોએ ચોકી-પહેરો શરૂ કરી દીધો છે.

રસ્તો નહીં તો મત નહીં. આ અવાજ છે રાધનપુરના ગોખાંતર ગામડીના ગ્રામજનોનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. ભાજપ અને કૉંગ્રેસના કોઈ ઉમેદવાર ગામમાં પ્રચાર કરવા ન પ્રવેશે તે માટે ગામ લોકોએ ચોકી-પહેરો શરૂ કરી દીધો છે. ગામને 70 વર્ષ થયા પણ આજ દિન સુધી રસ્તો નથી બન્યો. કૉંગ્રેસ અને ભાજપની સત્તાઓ આવી અને ગઈ, પરંતુ કોઈએ ગ્રામજનો માટે રસ્તાની સુવિધા ન કરી આપી. જેથી આ વખતે લોકોએ ચૂંટણીના બહિષ્કારનું બ્યુગલ ફૂંકી દીધુ છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં રસ્તા બનશે તો જ તેઓ મતદાન કરશે. રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે જ્યારે મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પણ વરવી હકીકત એ છે કે આજ સુધી ગામમાં કોઈ વિકાસ કાર્ય નથી થયું. રસ્તો ન હોવાના કારણે લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે.

Next Video