મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જે RSS કાર્યકરની હત્યા પર મચાવ્યો હતો હોબાળો, તે કહાણી નિકળી ફિલ્મી

મધ્ય પ્રદેશમાં ફિલ્મી સ્ટાઇલમાં એક હત્યાનો ખુલાસો થયો છે. 20 લાખનો વીમો પકવવાના ઇરાદે હત્યા કરાઈ અને હત્યારાએ પોતાને જ મૃત જાહેર કરી દિધો. રતલમના કમેડ ગામની આ ઘટના છે કે જેને લઈને રાજકીય બબાલ પણ મચી હતી. કમેડ ગામે છ દિવસ પહેલા RSS કાર્યકર હિમ્મત પાટીદારની હત્યા થયાની ઘટના નોંધાઈ અને પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ […]

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જે RSS કાર્યકરની હત્યા પર મચાવ્યો હતો હોબાળો, તે કહાણી નિકળી ફિલ્મી
| Updated on: Jan 28, 2019 | 3:11 PM

મધ્ય પ્રદેશમાં ફિલ્મી સ્ટાઇલમાં એક હત્યાનો ખુલાસો થયો છે. 20 લાખનો વીમો પકવવાના ઇરાદે હત્યા કરાઈ અને હત્યારાએ પોતાને જ મૃત જાહેર કરી દિધો.

રતલમના કમેડ ગામની આ ઘટના છે કે જેને લઈને રાજકીય બબાલ પણ મચી હતી. કમેડ ગામે છ દિવસ પહેલા RSS કાર્યકર હિમ્મત પાટીદારની હત્યા થયાની ઘટના નોંધાઈ અને પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહે નવી રચાયેલી કમલનાથ સરકાર પર આકરા પ્રહારો કરી દિધા, પણ આ સમગ્ર ઘટનામાં હિમ્મત પાટીદાર પોતે જ હત્યારો નિકળ્યો હોવાનો ખુલાસો થયો છે.

આરોપી હિમ્મત પાટીદાર અને મૃતક મદન માલવીય

આ પણ વાંચો : દેશના 21 મુખ્યપ્રધાનો મેળવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ HIGH SALARY, શું આપ જાણો છો કે ગુજરાતના CM વિજય રૂપાણીનો પગાર કેટલો છે ? કયા મુખ્યપ્રધાનને મળે છે સૌથી વધુ પગાર ?

હકીકતમાં છ દિવસ પહલે કમેડ ગામે એક યુવાનની હત્યા બાદ બાળી દેવાયેલા ચહેરા સાથેની લાશ મળી આવી હતી. લાશની ઓળખ આરએસએસ કાર્યકર હિમ્મત પાટીદાર તરીકે કરાઈ, પણ અંતિમ સંસ્કાર બાદ ખબર ફેલાઈ કે લાશ હિમ્મત નહીં, પણ તેના પૂર્વ નોકર મદન માલવીયની હોઈ શકે. પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યું, તો ખબર પડી કે લાશ હિમ્મત નહીં, પણ મદનની હતી. હિમ્મત તો ઘટનાના બાદથી જ લાપતા થઈ ગયો હતો.

આ પણ વાંચો : નિઃસંતાન મોદીએ સમજ્યું ‘SINGLE FATHER’નું જીવન જીવતા સરકારી કર્મચારીઓનું દર્દ, બાળકના ઉછેર-સારસંભાળ માટે 2 વર્ષ સુધીની મળશે રજા

રતલામ એસપી ગૌરવ તિવારી

રતલામના એસપી ગૌરવ તિવારીએ આખી ઘટના અને તેની સાથે થયેલા ચોંકાવનારા ખુલાસાઓ વિશે માહિતી આપી.

હિમ્મત પાટીદારે પોતાની ઓળખ છુપાવવા માટે મદનને પોતાના કપડાં પહેરાવી તેનો ચહેરો બાળી નાખ્યો. આ હત્યા હિમ્મતે 20 લાખના વીમાનો ફાયદો ઉઠાવવા માટે કરી હતી.

આ પણ વાંચો : એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !

આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું કે મદન માલવીય બે વર્ષ પહેલા હિમ્મત પાટીદારના ખેત પર કામ કરતો હતો અને તે ગત 22 જાન્યુઆરીથી લાપતા હતો. પોલીસને ખેતથી 500 મીટરના અંતરે એક જોડી જૂતાં મળ્યા કે જેના પર માટી લાગેલી હતી. પોલીસે કપડા અને જૂતા મદનના પિતાને બતાવ્યા કે જેનાથી મદનની ઓળખ થઈ ગઈ.

હિમ્મત પાટીદારે ગત 17 ડિસેમ્બર, 2018ના રોજ પોતાનો 20 લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. હિમ્મત પર 10 લાખ રૂપિયાનુ દેણુ હતું. હિમ્મતે આ 20 લાખ રૂપિયા પકવવા અને 10 લાખ રૂપિયાનું દેમું ચુકવવાથી બચવા માટે મદન માલવીયની હત્યા કરી અને પછી ફરાર થઈ ગયો.

જોકે હિમ્મત પાટીદાર હજી પણ ફરાર છે. પોલીસે તેના પર 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

[yop_poll id=870]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:08 pm, Mon, 28 January 19