ટિકૈતે કહ્યું – 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 1 તોલા સોના બરાબર હોવો જોઈએ, MSP માટે પિતાનો ફોર્મ્યુલા લાગુ કરો

|

Feb 05, 2021 | 11:25 AM

લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની માંગ માટે આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે MSP માટે તેના પિતા મહેન્દ્ર ટિકૈટનો ફોર્મ્યુલો લાગુ કરવો જોઈએ.

ટિકૈતે કહ્યું - 1 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 1 તોલા સોના બરાબર હોવો જોઈએ, MSP માટે પિતાનો ફોર્મ્યુલા લાગુ કરો
રાકેશ ટિકૈત

Follow us on

કેન્દ્રીય કૃષિ કાયદા પાછા ખેંચવા અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની માંગ માટે આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપ્યું છે. કહ્યું કે સરકારે એમએસપી માટે તેના પિતા મહેન્દ્ર ટિકૈટનો ફોર્મ્યુલો લાગુ કરવો જોઈએ. જે અંતર્ગત 3 ક્વિન્ટલ ઘઉંનો ભાવ 1 તોલા સોના જેટલો હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આશરે 48 હજાર રૂપિયા છે, જ્યારે ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 1975 રૂપિયા છે.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપીમાં તેના પિતા મહેન્દ્રસિંહ ટિકૈતે આપેલ ફોર્મ્યુલા લાગુ કરવો જોઈએ. તેણે કહ્યું, “1967 માં ભારત સરકારે ઘઉંના એમએસપી કિંમત 76 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી હતો, ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર મહિને 70 રૂપિયા હતો. તેઓ પોતાના મહિનાના પગારથી 1 ક્વિન્ટલ ઘઉં ખરીદી શકતા નહોતા. એ સમયે એક કવિન્ટલ ઘઉંની કિંમતથી અઢી હજાર ઇંટો આવતી. ત્યારે 30 રૂપિયાની 1 હજાર ઇંટો હતી.”

ઉપરાંત ટિકૈતે જણાવ્યું કે ત્યારે સોનાનો ભાવ 200 રૂપિયા પ્રતિ તોલા હતો. જે ત્રણ ક્વિન્ટલ ઘઉં બરાબર હતો. ટિકૈતે કહ્યું “અમને અત્યારે એક ક્વિન્ટલ ઘઉં સામે 1 તોલો સોનું આપી ડો. જેટલો ભાવ અન્યું વસ્તુઓનો વધ્યો છે એટલો ઘઉંનો પણ વધવો જોઈએ”

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

જ્યારે સોનાના ભાવની તુલના કરવામાં આવે ત્યારે ટિકૈટની માંગ પ્રમાણે 1 ક્વિન્ટલ ઘઉંની કિંમત આશરે 16 હજાર રૂપિયા થાય છે. જે અત્યારના ભાવ કરતા 8 ગણો વધારે છે. આ અનુસાર એક કિલો ઘઉંની કિંમત આશરે 160 રૂપિયા હોવી જોઈએ.

જાહેર છે કે ટિકૈત કૃષિ કાનુન અટકાવવાની માંગ પર અડેલા છે. સાથે જ MSPમાં પણ નવા કાનુનની માંગ કરી રહ્યા છે. ટિકૈત અત્યારે અંદોલનનો મુખ્ય ચહેરો જણાઈ રહ્યા છે.

Next Article