RAJKOT: ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના બે ઉમેદવારોમાં ટિકિટની ખેંચતાણ, બંનેને ફોર્મ ભરવા આપી સૂચના

|

Feb 06, 2021 | 1:29 PM

RAJKOT: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાજકોટ કોંગ્રેસમાં ઘમાસાણ સર્જાયું છે.

RAJKOT: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઘમાસાણ સર્જાયું છે. કોંગ્રેસના વિજયસિંહ જાડેજા અને આદિત્યસિંહ ગોહિલ વચ્ચે ટિકિટને લઇને ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસે બન્નેને ફોર્મ ભરવા માટે સૂચના આપી છે. અંતિમ ઘડીએ એક ઉમેદવારને મેન્ડેન્ટ આપવામાં આવશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે. હજુ પણ કેટલાક વોર્ડમાં પેચ ગુંચવાયો છે.

 

Next Video