RAJKOT: વોર્ડ નંબર-11માં હેમાદ્રી પાર્કના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

|

Feb 13, 2021 | 12:35 PM

RAJKOT : RMCમાં રજૂઆત કરવા જતા મનપાના અધિકારીઓ પણ જવાબ ન આપતા હોવાથી હવે હેમાદ્રી પાર્કના રહીશો કંટાળ્યા છે.

RAJKOT : જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ જનતાને મોટા મોટા વાયદાઓ કરે છે અને ચૂંટણી જીતી ગયા પછી આખી આખી ટર્મ સુધી જીતેલા નેતાઓ દેખાતા નથી, અને તેમને મત આપનારી પ્રજા વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહે છે. ફરી પાછી ચૂંટણી આવતા જ તે નેતાઓ દેખાય છે અને આગાઉ કરેલા વાયદા પુરા ન કર્યા હોવા છતાં નવા વચનો આપે છે, પણ હવે પ્રજા આવા તકવાદી અને સ્વાર્થી નેતાઓને ઓળખી ગઈ છે. આવા નેતાઓને પાઠ ભણાવવા પ્રજાને ઇચ્છતા ન હોવા છતાં ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામવું પડે છે.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલી હેમાદ્રી પાર્કના રહીશોએ મતદાન બહિષ્કારની ચીમકી આપી છે. હેમાદ્રી પાર્ક નજીક રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને છેલ્લા દોઢ મહિનાથી નવો રોડ બનાવવામાં આવ્યો નથી. RMCમાં રજૂઆત કરવા જતા મનપાના અધિકારીઓ પણ જવાબ ન આપતા હોવાથી હવે હેમાદ્રી પાર્કના રહીશો કંટાળ્યા છે અને આગમી મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

 

Next Video