
નેતાઓના નિયમ ભંગની વધુ એક ઘટના સામે આવી છે રાજકોટમાં. જ્યાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન તરીકે ભાનુબેન તળપદાની નિમણૂક કરાઈ. જે પ્રસંગે તેમની ઓફિસમાં મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા. આખી ઓફિસ ખીચોખીચ ભરાઈ ગઈ. નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ સોશિયલ ડિસ્ટન્સ તો ન જ જાળવ્યું. માસ્ક પણ ન પહેર્યું. અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા. તો ડી.કે. સખિયા સહિતના નેતાઓએ માસ્ક દાઢી પર પહેરી રાખ્યું હતું. પ્રજાના પ્રતિનિધિઓ જ એવી હરકતો કરી રહ્યા છે કે તેઓ હવે પ્રજાને શીખામણ આપવાને લાયક નથી રહ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 8:44 pm, Thu, 3 December 20