Rajiv Satav: ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસનાં યુવા નેતા રાજીવ સાતવનું નિધન, કોરોનાએ લીધો વધુ એક નેતાનો ભોગ, રાજકીય વર્તુળમાં શોકનું મોજુ

|

May 16, 2021 | 10:05 AM

Rajiv Satav:એપ્રિલ મહિનામાં કોવિડ -19 પોઝીટીવ આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું પૂણેની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હોવાના કારણે રવિવારે નિધન થયું.

Rajiv Satav:એપ્રિલ મહિનામાં કોવિડ -19 પોઝીટીવ આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું પૂણેની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હોવાના કારણે રવિવારે નિધન થયું. સાતવને એક નવા વાયરલ ઇન્ફેક્શનનું નિદાન થયું હતું અને તેમની હાલત ગંભીર હતી.

 

એઆઈસીસીના સભ્ય 46 વર્ષીય સાતવ વિદર્ભ અને મરાઠાવાડા પ્રદેશોમાં તેમના પક્ષના ગૌરવવંતા નેતા તરીકે નામના પામ્યા હતા. 22 એપ્રિલે તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા બાદમાં તેમને શહેરની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત વધુ બગડતાં વેન્ટિલેટર પર લેવાની ફરજ પડી હતી તેમ સ્થાનિક તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વિટર પર કહ્યું કે તેઓ હારથી સ્તબ્ધ છે તેમણે દુ:ખ સભર રીતે ટ્વીટ કરીને કાર્યકર્તાઓ સુધી સમાચાર પોહચાડ્યા હતા.

 

સાતવે 2014 ની સામાન્ય ચૂંટણીમાં શિવસેનાના તત્કાલીન નેતા સુભાષ વાનખેડેને ભારે લડત આપીને હરાવીને હિંગોલી લોકસભા ક્ષેત્ર જીતી હતી.

 

Next Video