રાજસ્થાનના મંત્રીએ કહ્યું, ‘નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય’: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ

|

Dec 02, 2021 | 7:37 AM

નર્મદાના પાણીને લઈને રાજસ્થાનના મંત્રીના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહના નિવેદન જીતુ વાઘાણીએ જવાબ આપ્યો છે.

રાજસ્થાનના મંત્રીએ કહ્યું, નર્મદાનું એક પણ ટીપું ગુજરાતને નહીં અપાય: જીતુ વાઘાણીએ આપ્યો વળતો જવાબ
Narmada Vivad (રચનાત્મક તસ્વીર)

Follow us on

Narmada Water: રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહના (Mahendra jeet singh malaviya) નિવેદનથી હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના મંત્રીએ ગુજરાતને (Gujarat) એક પણ ટીપુ પાણી નહીં આપવાની વાત કરી હતી. જેના પર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu Vaghani) વળતો જવાબ આપ્યો હતો. જીતુ વાઘાણીએ કહ્યું કે, આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, રાજ્ય વચ્ચે વૈમનસ્ય ઉભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.

જીતુ વાઘાણીએ તેમની વાતમાં ઉમેર્યું કે, ગુજરાત વર્ષોથી રાજસ્થાનને પાણી આપે છે. અને રૂપિયા 559 કરોડ પણ ગુજરાત સરકારના લેવાના બાકી નીકળે છે. બીજી તરફ જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસ નેતા મનિષ દોશીએ જવાબ આપતા કહ્યું, ભાજપની સરકાર પાણી મુદ્દે રાજકારણ રમી રહ્યું છે, અને જેનો વિવાદ નથી એવા મુદ્દાઓ ઉભા કરીને તેઓ રાજસ્થાનના નામે પોતાની નિષ્ફળતા છૂપાવવા માગે છે.

તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરના એક અહેવાલ અનુસાર રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવિયાએ કહ્યું હતું કે રાજ્યના બાંસવાડા જિલ્લામાં સ્થિત માહી ડેમમાંથી ગુજરાતમાં જતી નર્મદા નદીનું પાણી બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હવે નર્મદા નદીના પાણીનું એક ટીપું પણ ગુજરાતમાં જવા દેવામાં આવશે નહીં. અત્યાર સુધી 40 TMC (હજાર મિલિયન ઘનફૂટ) પાણી ગુજરાતમાં જતું હતું. પરંતુ હવે આ પાણી બંધ કરીને બાંસવાડા અને ડુંગરપુરના ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Avoid Foods With Beer: ​​બીયર સાથે ભૂલથી પણ ના ખાતા આ 6 વસ્તુ
AC કેટલી ઊંચાઈ પર લગાવવું જોઈએ? ઉપર-નીચે લગાવવાથી કુલિંગમાં ફરક પડે?
ઑસ્ટ્રિયામાં ટ્રેનિંગ પૂર્ણ કરી, ભારત પરત ફર્યા 28 ખેલાડીઓ
મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ રાખવાથી શું થાય છે?
આજનું રાશિફળ તારીખ : 08-04-2025
19 વર્ષની ઉંમરે સગાઈ, 3 વાર પ્રેમમાં દગો, જાણો RJ Mahvashની દર્દનાક કહાની

ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરી, 1966ના રોજ રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે એક કરાર થયો હતો. આ કરાર મુજબ ગુજરાત સરકારે માહી ડેમના નિર્માણ માટે 55 ટકા ખર્ચ આપ્યો હતો. તેના રાજસ્થાન સરકાર બદલામાં ગુજરાતને 40 TMC પાણી આપવા સંમત થયા હતા. આ સાથે કરારમાં એવી શરત હતી કે જ્યારે નર્મદાનું પાણી ગુજરાતના ખેડા જિલ્લામાં પહોંચશે ત્યારે ગુજરાત બંધી ડેમનું પાણી લેશે નહીં. તે પાણીનો ઉપયોગ રાજસ્થાનમાં જ થશે. વર્ષો પહેલા નર્મદાનું પાણી ખેડા જિલ્લામાં પહોંચ્યું હતું.

આ પણ વાંચો: IMDએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી દેશના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની કરી આગાહી, ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે

આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી: રાજ્યમાં ઠેર ઠેર પડ્યો વરસાદ

Published On - 7:06 am, Thu, 2 December 21

Next Article