Rajasthan : સચિન પાયલોટને ભાજપની ઓફર, કહ્યું દેશને પ્રાથમિકતા આપતા લોકો માટે પાર્ટીના દરવાજા ખુલ્લા

|

Jun 13, 2021 | 5:19 PM

રાજસ્થાન(Rajasthan)માં કોંગ્રેસના સીએમ અશોક ગેહલોત અને પક્ષથી નારાજ સચિન પાયલોટ(Sachin Piolet)ને લઇને હવે રાજકારણ ગરમાવા લાગ્યું છે. ભાજપ(BJP)ના નેતા અને રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે આડકતરી રીતે સચિન પાયલોટને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.

Rajasthan : સચિન પાયલોટને ભાજપની ઓફર, કહ્યું  દેશને પ્રાથમિકતા આપતા લોકો માટે પાર્ટીના દરવાજા ખુલ્લા
સચિન પાયલોટને ભાજપની ઓફર

Follow us on

રાજસ્થાન(Rajasthan)માં કોંગ્રેસના સીએમ અશોક ગેહલોત અને પક્ષથી નારાજ સચિન પાયલોટ(Sachin Piolet)ને લઇને હવે રાજકારણ ગરમાવા લાગ્યું છે. જેમાં સચિન પાયલોટ ગ્રુપના ધારાસભ્યએ અશોક ગેહલોત સરકાર પર ફોન ટેપિંગનો આક્ષેપ મૂક્યા બાદ રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. તેવા સમયે ભાજપ(BJP)ના નેતા અને રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે આડકતરી રીતે સચિન પાયલોટને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.

દેશને પ્રાધાન્ય આપનારા તમામ લોકો માટે પાર્ટીનો દરવાજો ખુલ્લો

જેમાં રાજસ્થાન(Rajasthan)માં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ(Sachin Piolet)ને ભાજપમાં જોડાવવા માટે આડકતરું આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ સરકાર અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોતથી નારાજ પાયલોટને ભાજપે એક ઓફર આપીને કહ્યું છે કે દેશને પ્રાધાન્ય આપનારા તમામ લોકો માટે પાર્ટીનો દરવાજો ખુલ્લો છે. રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વિઝન બાકી નથી તેથી નેતાઓએ પાર્ટી છોડીને વિઝનવાળા બીજા પક્ષમાં જવું પડશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિઝનના અભાવને કારણે નેતાઓ પાર્ટી છોડે છે 

ભૂતપૂર્વ ઓલિમ્પિયન શૂટર રાઠોડે સચિન પાયલોટના ભાજપમાં જોડાવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, “અમારી પાર્ટી તે બધા લોકો માટે ખુલ્લી છે કે જેઓ દેશને પ્રાધાન્ય આપે છે અને તેમની વિચારધારા ‘ઈન્ડિયા ફર્સ્ટ’ બનાવી શકે છે. રાઠોડે કહ્યું, “જ્યારે કેન્દ્રમાં તમારું નેતૃત્વ નબળું છે, ત્યારે પ્રાદેશિક નેતાઓ તેઓ જે કરે તે કરે છે. તમારો સંદેશ ગમે તે હોય પછી તે પંજાબ હોય કે રાજસ્થાન. વિઝનના અભાવને કારણે નેતાઓ પાર્ટી છોડીને વિઝનવાળી પાર્ટીમાં જોડાશે.

કોંગ્રેસમાં પદ, સત્તા અને નાણાંને લઈને અઢી વર્ષથી  વિવાદ

સચિન પાયલોટ(Sachin Piolet)જૂથના ધારાસભ્ય દ્વારા ફોન ટેપ કરવાના આરોપો અંગે તેમણે કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસમાં પદ, સત્તા અને નાણાંને લઈને અઢી વર્ષથી આંતરિક વિવાદ છે. કેટલીકવાર તેઓ મહિનાઓ સુધી હોટલમાં રોકાઈ જાય છે અને કેટલીક વખત સરકારની મશીનરીનો ઉપયોગ ફોન ટેપીંગ માટે કરવામાં આવે છે.

Next Article