Rajasthan માં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ વિવાદ, પોસ્ટરમાંથી દૂર થઇ વસુંધરા રાજેની તસવીર

|

Jun 13, 2021 | 8:07 PM

Rajasthan માં ભાજપમાં પણ બધુ સારું નથી. કારણ કે ભાજપ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા પોસ્ટરમાંથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા વસુંધરા રાજે(Vasundhara Raje) ની તસવીર ગાયબ છે.

Rajasthan માં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ વિવાદ, પોસ્ટરમાંથી દૂર થઇ વસુંધરા રાજેની તસવીર
રાજસ્થાનમાં કોંગ્રેસ બાદ ભાજપમાં પણ વિવાદ

Follow us on

Rajasthan માં સચિન પાયલોટ અને તેના ટેકેદાર ધારાસભ્યોને કારણે કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે . ત્યારે ભાજપમાં પણ બધુ સારું નથી. કારણ કે ભાજપ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા પોસ્ટરમાંથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા વસુંધરા રાજે(Vasundhara Raje) ની તસવીર ગાયબ છે. માનવામાં આવે છે કે હાલ રાજસ્થાનમાં ભાજપ બે જૂથોમાં વહેંચાયેલો છે. એક વસુંધરા રાજે(Vasundhara Raje) જુથ અને બીજુ છે સતિષ પુનિયા. જે હાલ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે.

વસુંધરા રાજેની તસવીર 20 વર્ષમાં  પ્રથમ વાર નથી છપાઈ

Rajasthan ભાજપે ‘લક્ષ્ય અંત્યોદય, પ્રાણ અંત્યોદય, પથ અંત્યોદય’ ના ઠરાવ સાથે જાહેર કરાયેલા હોર્ડિંગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા જોવા મળે છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપના હોર્ડિંગ્સ અથવા બેનરોથી વસુંધરા રાજેની તસવીર 20 વર્ષમાં  પ્રથમ વાર નથી છપાઈ.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જોકે પાર્ટીનું કહેવું છે કે હોર્ડિંગ્સમાં કોની તસવીર પ્રદર્શિત થશે તે કોઈ પણ નેતા દ્વારા નહીં પરંતુ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સતિષ પૂનિયાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવા ફેરફારો થતા રહે છે. નવા લોકો આવતા રહે છે અને જૂના લોકો જતા રહે છે.

તેમના સમર્થકો રોષે ભરાયા

હોર્ડિંગ્સમાંથી વસુંધરા રાજે(Vasundhara Raje) ની તસવીર ગાયબ થયા બાદ તેમના સમર્થકો રોષે ભરાયા છે. તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં વસુંધરા માત્ર ભાજપ માટે જ જરૂરી મજબૂત નેતા છે.

ઉલ્લેખનીય છે કે, Rajasthan ની રાજધાની જયપુરમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર મોટા હોર્ડિંગ્સ છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ગુલાબચંદ કટારિયા અને સતિષ પૂનીયાની તસ્વીર છે. જ્યારે બીજા હોર્ડિંગમાં, દીન દયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના ફોટા છે.

રાજસ્થાનમાં ‘વસુંધરા ગુમ’ ના પોસ્ટરો લગાવાયા

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગુરુવારે સવારે રાજસ્થાનના ઝાલાવાડ અને ઝાલરા પાટન  શહેરોની દિવાલો પર પોસ્ટરો જોવા મળ્યા હતા જેમાં ભાજપના ધારાસભ્ય વસુંધરા રાજે અને તેમના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહ ગુમ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજસ્થાનના ઝાલરા પાટન  વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. જ્યારે દુષ્યંત સિંહ ઝાલાવાડ-બરણ લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ છે.

Published On - 7:58 pm, Sun, 13 June 21

Next Article