5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!

ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ નેતાઓની સંપતિ બહાર આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નામાંકન ભર્યા બાદ તેમની સંપતિની વિગતો બહાર આવી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપતિમાં 68.93 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધીની હાલની સંપતિ 15.88 કરોડ જેટલી છે. રાહુલ ગાંધીની સંપતિ 2014માં 9.40 કરોડ જેટલી હતી. TV9 Gujarati   […]

5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 68 ટકા વધી, રાહુલ પાસે પોતાની કાર પણ નથી!
| Updated on: Apr 05, 2019 | 3:22 AM

ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ નેતાઓની સંપતિ બહાર આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું નામાંકન ભર્યા બાદ તેમની સંપતિની વિગતો બહાર આવી છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપતિમાં 68.93 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધીની હાલની સંપતિ 15.88 કરોડ જેટલી છે. રાહુલ ગાંધીની સંપતિ 2014માં 9.40 કરોડ જેટલી હતી.

TV9 Gujarati

 

આમ જોવા જઈએ તો છેલ્લાં પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિમાં 6 કરોડ 48 લાખ 77 હજાર રુપિયાનો વધારો થયો છે. છેલ્લાં 15 વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ 2745 ટકા વધી છે. 2004ના વર્ષમાં રાહુલ ગાંધીની સંપતિ માત્ર 56 લાખ રુપિયા જ હતી જે વધીને હાલ 15.88 કરોડ જેટલી થઈ ગયી છે.

આ સિવાય તેમની પર 5 જેટલા કેસ ચાલી રહ્યાં છે. તેમની પાસે 40 હજાર જેટલી રોકડ રકમ છે જ્યારે 5.19 કરોડ રુપિયા અલગ અલગ કંપનીઓના બોન્ડ, ડિબેન્ચર, શેરમાં લગાવેલાં છે. તેમની પાસે 333.3 ગ્રામ સોનું પણ છે. એફિડેવિટ પર નજર કરીએ તો એક વર્ષમાં રાહુલ ગાંધીએ 1 કરોડ 11 લાખ 85 હજાર 570 રુપિયા કમાયા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]