Pudducherry Exit Poll 2021: પુડુચેરીમા કોણ મારશે બાજી ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

|

Apr 29, 2021 | 9:02 PM

Puducherry Exit Poll 2021 : પુડુચેરીમાં પણ એક જ તબક્કાની તમામ બેઠકો પર મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યની વિધાનસભાની 30 બેઠકો છે

Pudducherry Exit Poll 2021: પુડુચેરીમા કોણ મારશે બાજી ? ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
Pudducherry Exit Poll 2021

Follow us on

Puducherry Exit Poll 2021 : કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો પર 6 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન સમાપ્ત થયું. આ વખતે પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.

કોંગ્રેસ 90 માંથી 14 સીટ અને ડીએમકે 13 બેઠકો પર લડી રહી છે. બીજી તરફ, ભાજપ 9 અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ 16 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પુડુચેરીમાં પણ એક જ તબક્કાની તમામ બેઠકો પર મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં 6 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યની વિધાનસભાની 30 બેઠકો છે.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

વોટ શેર અને બેઠકો
TV9Exitpoll અનુસાર NDAને 51.80 ટકા, UPAને 38.30 ટકા, અને અન્યોને 9.90 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. અને જો બેઠકોની વાત કરવામાં આવે તો NDAને 17થી19, UPAને 11થી13, અને અન્યોને 0 બેઠક મળવાનો અંદાજો લગાવવામ આવી રહ્યો છે.

પુડ્ડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે કાંટે કી ટક્કર
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાનો કાર્યકાળ 8 જૂને સમાપ્ત થાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ ગઠબંધને 30 બેઠકોની પુડુચેરી વિધાનસભાની 2016ની ચૂંટણીમાં જીત મેળવી હતી. યુપીએએ કુલ 17 બેઠકો જીતી હતી, જેમાં એકલા કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. જો કે, ચૂંટણી પહેલા જ સરકાર ત્યાં પડી હતી.

 

Next Article