રાહુલ ગાંધીનો પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી વિશે નવો અને રસપ્રદ ખુલાસો : જુઓ Video અને સાંભળો ભાઈ-બહેનના રસપ્રદ કિસ્સાઓ

|

Jan 25, 2019 | 9:09 AM

લોકસભા ચૂંટણીથી બરાબર પહેલા કૉંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી સમગ્ર દેશમાં ચર્ચામાં છે, ત્યારે રાહુલ ગાંધીએ પ્રિયંકાની એન્ટ્રીને લઈને કેટલાક રસપ્રદ ખુલાસાઓ કર્યા છે. શુક્રવારે ભુવનેશ્વરમાં રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે પ્રિયંકાને રાજકારણમાં લાવવાનો નિર્ણય બહુ પહેલા લેવાઈ ગયો હતો, પરંતુ તેમના બાળકો નાના હોવાના કારણે તેઓ વિલંબથી કૉંગ્રેસમાં જોડાઈ શક્યાં. રાહુલે કહ્યું કે પ્રિયંકા […]

રાહુલ ગાંધીનો પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી વિશે નવો અને રસપ્રદ ખુલાસો : જુઓ Video અને સાંભળો ભાઈ-બહેનના રસપ્રદ કિસ્સાઓ

Follow us on

લોકસભા ચૂંટણીથી બરાબર પહેલા કૉંગ્રેસમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી સમગ્ર દેશમાં ચર્ચામાં છે, ત્યારે રાહુલ ગાંધીએ પ્રિયંકાની એન્ટ્રીને લઈને કેટલાક રસપ્રદ ખુલાસાઓ કર્યા છે.

પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

શુક્રવારે ભુવનેશ્વરમાં રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કહ્યું કે પ્રિયંકાને રાજકારણમાં લાવવાનો નિર્ણય બહુ પહેલા લેવાઈ ગયો હતો, પરંતુ તેમના બાળકો નાના હોવાના કારણે તેઓ વિલંબથી કૉંગ્રેસમાં જોડાઈ શક્યાં.

ભુવનેશ્વર-ઓડીશામાં એક કાર્યક્રમમાં સંબોધિત કરતાં રાહુલ ગાંધી

રાહુલે કહ્યું કે પ્રિયંકા અને તેમની વિચારસરણી બહુ મળતી આવે છે. મોટાભાગના નિર્ણયો પર તેમનો અને મારો અભિપ્રાય સરખો હોય છે. રાહુલે કહ્યું, ‘જો આપ એક જ મુદ્દે મારી અને મારા બહેન સાથે વાત કરશો, તો આ થોડીક વિચિત્ર વાત છે, પણ અમારો વિચાર પ્રાયઃ એક જેવો હોય છે. જો આપ મને ફોન કરશો અને પછી મારા બહેનને અને એક જ મુદ્દા પર વાત કરશો, તો 80 ટકા અમારો અભિપ્રાય એક સરખો જ હશે.’

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : સાવધાન ! ગુજરાત હજી પણ સ્વાઇન ફ્લૂના જડબામાં, દેશમાં છેલ્લા 1 વર્ષમાં દેશમાં સૌથી વધુ મોતોની બાબતમાં બીજા નંબરે

રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં એન્ટ્રી લોકસભા ચૂંટણી 2019 પહેલા જ કેમ કરાવામાં આવી, તો રાહુલે જવાબ આપ્યો, ‘આમ કહેવું યોગ્યન નથી કે આ નિર્ણય 10 દિવસ પહેલા થયો. મારા બહેનના રાજકારણમાં આવવાનો નિર્ણય વર્ષો પહેલા જ થઈ ગયો હતો. તેઓ બાળકોના કારણે વિલંબથી આવ્યાં, કારણ કે તેમના બાળકો નાના હતાં. તેમનું કહેવું હતું કે તેઓ બાળકોની સંભાળ રાખવા માટે તેમની સાથે રહેવા માંગે છે. હવે તેમનું એક બાળક યુનિવર્સિટીમાં છે. બીજું સંતાન પણ ટૂંકમાં જ યુનિવર્સિટીમાં જવાનું છે અને તેથી તેમણે સક્રિય રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો.’

આ પણ વાંચો : સવર્ણોને 10 ટકા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટે એક ઝાટકે સંભળાવી દીધો પોતાનો ચુકાદો, વાંચો અહેવાલ અને જાણો સુપ્રીમ કોર્ટે શું વલણ અપનાવ્યું ?

નીચે આપેલા Videoમાં આપ પણ સાંભળો રાહુલ ગાંધીએ ભુવનેશ્વરમાં શું-શું કહ્યું ?

[yop_poll id=799]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article