પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે, આ શહેરમાં સંબોધશે પોતાની પ્રથમ ચૂંટણી સભા, રાહુલ-સોનિયા ગાંધી પણ રહેશે હાજર

|

Feb 20, 2019 | 5:59 AM

સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા બાદ પહેલી વખત પ્રિયંકા ગાધી ગુજરાતની મુલાકાતે આવશે. 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી સભા સંબોધશે. પ્રિયંકા ગાંધીએ જે દિવસથી પોતાની સક્રિય રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી લોકોમાં તેમને જોવાની અને સાંભળવાની ઉત્સુક્તા ખાસ્સી વધી ગઈ છે. તેવામાં હવે 28 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતની મુલાકાતે આવશે. અને […]

પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે, આ શહેરમાં સંબોધશે પોતાની પ્રથમ ચૂંટણી સભા, રાહુલ-સોનિયા ગાંધી પણ રહેશે હાજર

Follow us on

સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા બાદ પહેલી વખત પ્રિયંકા ગાધી ગુજરાતની મુલાકાતે આવશે. 28 ફેબ્રુઆરીએ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી સભા સંબોધશે.

પ્રિયંકા ગાંધીએ જે દિવસથી પોતાની સક્રિય રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે ત્યારથી લોકોમાં તેમને જોવાની અને સાંભળવાની ઉત્સુક્તા ખાસ્સી વધી ગઈ છે. તેવામાં હવે 28 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાતની મુલાકાતે આવશે. અને પોતાની રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી સભા સંબોદશે. આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના આ સ્થળે યોજાશે સભા

મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરીએ અડાલજના ત્રિમંદિરે યોજાનારી રેલી માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સાથે જ કોંગ્રેસ તરફથી એવો દાવો કરાઈ રહ્યો છે કે ગુજરાતના ઈતિહાસમાં આટલી મોટી પહેલી વખત રેલી યોજાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોંગ્રેસ માટે આ રેલી એટલે મહત્ત્વપૂર્ણ બની રહેશે કારણ કે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી એકસાથે ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ આ લોકસભા ચૂંટણીમાં ગુજરાત પર ખાસ ધ્યાન આપી રહ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. કોંગ્રેસની 51મી કારોબારી બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ પણ હાજર રહેશે. મહત્ત્વનું છે કે 60 વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસની કારોબારી મીટિંગ થવા જઈ રહી છે.

[yop_poll id=1615]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article