ભાજપને હરાવવા માટેનું શું છે સિક્રેટ? પ્રશાંત કિશોરે શરદ પવારને કહી આ વાત, જાણો વિગત

|

Jun 12, 2021 | 10:48 AM

શરદ પવાર અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરની સિક્રેટ મુલાકાત બાદ ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. બંને વચ્ચે શુક્રવારે સાડા 3 કલાક જેટલી લાંબી બેઠક થઇ હતી.

ભાજપને હરાવવા માટેનું શું છે સિક્રેટ? પ્રશાંત કિશોરે શરદ પવારને કહી આ વાત, જાણો વિગત
શરદ પવાર - પ્રશાંત કિશોર

Follow us on

NCP પ્રમુખ શરદ પવાર અને ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર (Sharad Pawar Meet Prashant Kishor)ની મુલાકાત બાદ ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. બંને વચ્ચે શુક્રવારે સાડા 3 કલાક જેટલી સિક્રેટ મિટિંગ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર અને શરદ પવાર વચ્ચે ભાજપ સામે રણનીતિ બનાવવાને લઈને ચર્ચા થઇ છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સુત્રો મુજબ શરદ પવાર સામે એક પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું. જેમાં બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ પક્ષો (Anti-BJP, Anti-Congress) કઈ રીતે લોકસભામાં સારું પ્રદર્શન કરી શકે છે તેના વિશે વાત કરવામાં આવી.

જાણકારી અનુસાર પ્રશાંત કિશોરે શરદ પવારને કહ્યું કે લગભગ 400 સીટ એવી છે જ્યાં બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ પક્ષ સારું પ્રદર્શન કરી શકે છે. સાથે તેમ પણ કહ્યું કે કોંગ્રેસ એટલી મજબુત સ્થિતિમાં નથી કે એકલા હાથે ભાજપને હરાવી શકે. આવામાં રીજનલ પાર્ટીઓ (Regional Parties)ને સાથે લાવીને ભાજપ સામે ઉભા રહેવાની જરૂર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ભાજપ સામે ઘણી લોકલ પાર્ટીઓ સાથે સંપર્ક

અહેવાલનું માનીએ તો ભાજપ સામે ટક્કર લેવા માટે પ્રશાંત કિશોરે ઘણી રીજનલ પાર્ટીઓનો સંપર્ક કર્યો છે. અને લગાતાર તેમની સાથે તાલમેલ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે શરદ પવારને જણાવ્યું કે બંગાળમાં ભાજપની લહેર સામે પણ મમતાએ બાજી મારી હતી.

ભાજપ સામે ગઠબંધન!

શરદ પવાર અને પ્રશાંતની મુલાકાતને લઈને રાજનૈતિક ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. અને ચર્ચાના બજારમાં તેજી આવી ગઈ છે. સુત્રો અનુસાર પ્રશાંત કિશોર શરદ પવારને થોડા સમય પહેલા મળવાના હતા. નિષ્ણાંતોના મતે, પ્રશાંત કિશોરે આ સમયે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે બેઠકમાં વાત કરી છે. ખાસ કરીને બિન-કોંગ્રેસ પક્ષોના સંદર્ભમાં ભાજપ સામે જોડાણ થવાની સંભાવના ધ્યાનમાં લેવામાં આવી હશે. કોંગ્રેસ સિવાય અન્ય પક્ષોનું શું કરવું જોઈએ? બેઠકમાં આવા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવી જોઈએ.

 

આ પણ વાંચો: “ડોન્કી રાજા કી સરકાર, નહીં ચલેગી”, બજેટ સત્રમાં પાકિસ્તાનના PM સામે કેમ થઇ આ નારાબાજી? જુઓ વિડીયો

આ પણ વાંચો: Video: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આ કાર્યકર્તાએ પોતાનું જ બાઈક તળાવમાં ફેંકી દીધું

Next Article