કંગાળ બની કોંગ્રેસ, AICCની બેઠકમાં ફંડ એકઠુ કરવા કરાઈ ચિંતા

|

Feb 20, 2021 | 3:08 PM

દેશમાં 2014થી આજદીન સુધી સરકારમાંથી દૂર રહેલ કોંગ્રેસ Congress પાર્ટી હવે આર્થિક સંકટમાં ફસાઈ ગઈ છે. આર્થિક ફંડ એકઠુ કરવા માટે તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ( AICC ) ની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના કેટલાક કેન્દ્રીય નેતાઓએ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યની મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન અને રાજ્યોના પ્રધાનો સાથે બેઠક કરીને ફંડ એકઠુ કરવાની ચર્ચા કરાઈ હોવાનું સામે આવ્યુ છે.

કંગાળ બની કોંગ્રેસ, AICCની બેઠકમાં ફંડ એકઠુ કરવા કરાઈ ચિંતા

Follow us on

દેશમાં 2014થી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ Congress હાલ આર્થિક સંકટમાં છે. નાણાકીય સ્થિતિને લઈને કોંગ્રેસ ગંભીર કટોકટીમાં ફસાઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ હવે, ફંડ એકઠુ કરવા ઉપર ભાર આપી રહી છે. તાજેતરમાં જ મળેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ની બેઠકમાં પણ પક્ષની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ફંડ એકત્ર કરવા અંગે વિચારણા કરાઈ હતી. સૂત્રોના જણાવ્યાનુંસાર ગયા મહિને જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્ય સરકારના કેટલાક પ્રધાનો, સંગઠનના હોદ્દેદારો અને કેટલાક કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

આ બેઠક અંગે પહેલા કહેવાયુ હતુ કે, કોંગ્રેસ અને પ્રદેશ અધ્યક્ષો સાથે ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઈ હતી. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે, આ બેઠકમાં રાષ્ટ્રીય કોંગ્રેસની આર્થિક સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મિડીયા રિપોર્ટ મુજબ, બેઠકમાં પાર્ટીની આર્થિક સ્થિતિની જાણકારી આપવા સાથે, નાણાકીય ફંડ એકઠુ કરવાની વાત કરવામાં આવી. દિલ્લીમાં પાર્ટીના બની રહેલા નવા હેડકવાર્ટર પણ પાર્ટીની ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાક સમયથી આ નવુ હેડકવાર્ટર બની રહ્યું છે. હજુ સુધી પૂર્ણ થયુ નથી.

Published On - 3:05 pm, Sat, 20 February 21

Next Article