જમ્મુના પુલવામા જિલ્લામાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું અને રોહમુ પોલિંગ બૂથ પર અચાનક ગ્રેનેડ હુમલો

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન સમયે એક મોટી ઘટના, પુલવામાના રોહમુ વિસ્તારના પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન સમયે એક મોટી ઘટના સર્જાઈ ચૂકી છે. મતદાન સમયે પુલવામાના રોહમુ વિસ્તારના પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બીજી તરફ ત્રાલના બટપોરામાં પેટ્રોલ બમ્બથી હુમલો થયાની ખબર […]

જમ્મુના પુલવામા જિલ્લામાં છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું અને રોહમુ પોલિંગ બૂથ પર અચાનક ગ્રેનેડ હુમલો
| Updated on: May 06, 2019 | 6:17 AM

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન સમયે એક મોટી ઘટના, પુલવામાના રોહમુ વિસ્તારના પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા તબક્કાના મતદાન સમયે એક મોટી ઘટના સર્જાઈ ચૂકી છે. મતદાન સમયે પુલવામાના રોહમુ વિસ્તારના પોલિંગ બૂથ પર ગ્રેનેડ હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બીજી તરફ ત્રાલના બટપોરામાં પેટ્રોલ બમ્બથી હુમલો થયાની ખબર પણ સામે આવી રહી છે. જો કે આ બંને જગ્યાએ થયેલા હુમલાઓમાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

આ પણ વાંચોઃ ભાજપના ઉમેદવાર મત નાખવા પહોંચ્યા અને હુમલો થઈ ગયો, આ પહેલી વખત નથી અગાઉ પણ થયું હતું આવુ, કહ્યું કે દીદીના ગુંડા કરી રહ્યા છે હરકત

મહત્વનું છે કે સવારના 9 વાગ્યાથી અનંતનાગ લોકસભા બેઠક પર ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું હોવાની પણ વાત સામે આવી છે. તો લદાખની બેઠક પર 6 ટકા જેટલુ સામાન્ય મતદાન અને જમ્મુમાં 2થી 3 ટકા જેટલુ જ મતદાન થયું હોવાની જાણ થઈ છે. કુલ મળીને 22 જેટલા ઉમેદવારો મેદાન એ જંગમાં છે. જેની સામે ચૂંટણી પંચ દ્વારા 1254 કેન્દ્રો પર મતદાનની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પણ આતંકીઓના પ્રભાવવાળી જગ્યા જેવી કે શોપિયા અને પુલવામામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

TV9 Gujarati

 

અનંતનાગ સંસદીય ક્ષેત્રના શોપિયા અને પુલવામામાં 5.22 લાખ મતદાતાઓ છે. જ્યારે લદાખ સંસદીય ક્ષેત્રમાં 174,618 મતદાતા ઓછે. દિગ્ગજ નેતાઓની ચૂંટણી પર નજર કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર ગુલામ મીર, PDP ઉમેદવાર મહબૂબા મુફ્તી, હરનેન મસૂદી સહતિ અહમદ વાણી ચૂંટણી લડી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:00 am, Mon, 6 May 19