બિહારના CM નીતિશ કુમાર મુશ્કેલીમાં, પૉક્સો કોર્ટે આપ્યો CBI તપાસનો આદેશ, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક

|

Feb 16, 2019 | 10:42 AM

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ભારે પડવાનું છે, તેવું લાગે છે, કારણ કે તેમની સામે CBI તપાસના આદેશો છૂટ્યા છે. TV9 Gujarati   Web Stories View more ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો […]

બિહારના CM નીતિશ કુમાર મુશ્કેલીમાં, પૉક્સો કોર્ટે આપ્યો CBI તપાસનો આદેશ, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક

Follow us on

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ભારે પડવાનું છે, તેવું લાગે છે, કારણ કે તેમની સામે CBI તપાસના આદેશો છૂટ્યા છે.

TV9 Gujarati

 

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

આ કેસને જોઈ રહેલી દિલ્હીની વિશેષ POCSO કોર્ટે નીતિશ કુમાર સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. આ આદેશના પગલે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક આવી ગયો છે.

આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ડૉ. અશ્વિનીએ પોતાના વકીલના માધ્યમથી શેલ્ટર હોમના સંચાલનમાં મુખ્યપ્રધાન નીતિશ કુમારની ભૂમિકાની તપાસ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અશ્વિનીને ગત નવેમ્બરમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે તરુણ વયની છોકરીઓને ડ્રગ્સના ઇંજેક્શન આપવાનો આરોપ છે.

અશ્વિનીએ નીતિશ કુમાર વિરુદ્ધ દાખલ અરજીમાં આરોપ લગાવ્યો કે સીબીઆઈ તથ્યોને દબાવવાની કોશિશ કરી રહી છે કે જેમાં મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્ર સિંહ, સીનિયર આઈએએસ ઑફિસર અતુલ કુમાર સિંહ અને સીએમ નીતિશ કમારની ભૂમિકાની તપાસ થવાની હતી.

વિશેષ પૉક્સો કોર્ટના જજ મનોજ કુમારે સીબીઆઈને ત્રણેય વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો. નોંધનીય છે કે ગત 7 ફેબ્રુઆરીએ આ કેસ દિલ્હીની વિશેષ પૉક્સો કોર્ટમાં ટ્રાંસફર થયો હતો અને આવતા અઠવાડિયાથી સુનાવણી શરુ થવાની શક્યતા છે.

[yop_poll id=1482]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article