જમ્મુ કાશ્મીર બાદ PM MODI હવે કારગીલ અને લદ્દાખના નેતાઓ સાથે કરશે બેઠક

24 જૂનને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સાથે જમ્મુ કાશ્મીરના 14 નેતાઓની બેઠક સારી શરૂઆત માનવામાં આવી રહી છે. હવે કેન્દ્ર સરકારે કારગિલ અને લદ્દાખના તમામ પક્ષો અને સામાજિક આગેવાનોને આમંત્રણ આપ્યું છે.

જમ્મુ કાશ્મીર બાદ PM MODI હવે કારગીલ અને લદ્દાખના નેતાઓ સાથે કરશે બેઠક
જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:14 PM

જમ્મુ-કાશ્મીર પર સર્વપદલીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદ્દાખ પક્ષોના નેતાઓને મળવાની પહેલ કરી છે. આ અંતર્ગત કારગિલ અને લદ્દાખ (Kargil and Ladakh)ના નેતાઓ અને સામાજિક કાર્યકરોને 1 જુલાઇએ બેઠક માટે આમંત્રણ અપાયું છે. જમ્મુ કાશ્મીર બાદ વડાપ્રધાન મોદી (PM MODI) હવે કારગીલ અને લદ્દાખના નેતાઓ સાથે બેઠક કરશે.

1 જુલાઈએ બેઠક, નેતાઓએ અપાયું આમંત્રણ
24 જૂનને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) સાથે જમ્મુ કાશ્મીરના 14 નેતાઓની બેઠક સારી શરૂઆત માનવામાં આવી રહી છે. હવે કેન્દ્ર સરકારે કારગિલ અને લદ્દાખના (Kargil and Ladakh) તમામ પક્ષો અને સામાજિક આગેવાનોને આમંત્રણ આપ્યું છે. 1 જુલાઇએ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં આ બેઠક યોજાશે.

લદ્દાખના નેતાઓએ કરી છે વિધાનસભાની માંગણી
23 જૂનના રોજ લદ્દાખમાં સામાજિક-ધાર્મિક અને રાજકીય પક્ષોના એક જૂથે બંધારણના છઠ્ઠા શેડ્યૂલ જેવા સુરક્ષાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની માંગ કરી હતી.આ માંગ 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ની બેઠકના એક દિવસ પહેલા કરવામાં આવી છે. આ જૂથમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત લેહના લગભગ તમામ સ્થાનિક પક્ષો શામેલ છે. એવું કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય મીટિંગમાં લેવામાં આવ્યો હતો જેમાં લદ્દાખના ભાજપ સાંસદ જમ્યાંગ ત્સેરીંગ નામંગ્યાલ સહિતના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.

24 જૂને જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે કરી બેઠક
કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને આ પહેલ કરી રહી છે.24 જૂને મળેલી સર્વદલીય બેઠક અંગે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓને કહ્યું હતું કે, આ બેઠક દિલ અને દિલ્હીના અંતરને સમાપ્ત કરવા માટે યોજાઇ હતી. બેઠક પછી પીએમ મોદી(PM MODI)એ ટ્વિટ કર્યું કે અમારી લોકશાહીની સૌથી મોટી શક્તિ ટેબલ પર બેસવાની અને વિચારોની આપલે કરવાની ક્ષમતા છે.