UttarPradesh માં મોટા રાજકીય પરિવર્તનના એંધાણ, PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત

|

Jun 10, 2021 | 6:38 PM

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) સાથે પણ મુલાકાત કરવાના છે.

UttarPradesh માં મોટા રાજકીય પરિવર્તનના એંધાણ, PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત
FILE PHOTO

Follow us on

UttarPradesh સરકાર અને સંગઠનમાં ફેરબદલની ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે ગુરુવારે સાંજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી. શુક્રવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત છે. આ સાથે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો એક કાર્યક્રમ પણ છે. પણ આ પહેલા વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) વચ્ચે મુલાકાત થઇ છે.

 

PM Modi અને J.P.Nadda વચ્ચે થઇ મુલાકાત
એક તરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા અને બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) પણ વડાપ્રધાન મોદી (PM Modi) ને મળવા પહોંચ્યા હતા. એક પછી એક આ બેઠકોને ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ સાથે જોડવામાં આવી રહી છે. જોકે, પક્ષના કોઈ નેતાએ આ મુદ્દે હજી સુધી કંઈ કહ્યું નથી. જો કે, રાજ્યના રાજકીય વર્તુળોમાં ઉત્તરપ્રદેશમાં પાર્ટીના સંગઠનમાં પરિવર્તન અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે સતત ચર્ચાઓ થઈ રહી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉત્તરપ્રદેશ સંગઠન-કેબીનેટમાં ફેરફારની ચર્ચાઓ
વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) પહેલા યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા. સત્તાવાર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગીએ ગૃહપ્રધાન અમિત શાહને કોરોના નિયંત્રણ અંગે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એક રીપોર્ટ આપવા માટે આવ્યા છે. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જુદી છે. તાજેતરમાં જ ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા અને સતત બે દિવસ રોકાણ કર્યું હતું. તેઓ ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને અલગથી મળ્યા હતા.

અચાનક દિલ્હી રવાના થયા યોગી આદિત્યનાથ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન મોદી (PM Modi) અને ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) સાથે પણ મુલાકાત કરવાના છે. દિલ્હી આવ્યાં પહેલા યોગી આદિત્યનાથે લખનઉંમાં ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્રદેવસિંહ અને સંગઠન મહામંત્રી સુનિલ બંસલ સાથે એક બેઠક કરી હતી. આ પછી અચાનક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુરુવારે બપોરે એક વાગ્યે દિલ્હી જવા રવાના થયા હતા.

આ પણ વાંચો : Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત

Published On - 6:36 pm, Thu, 10 June 21

Next Article