16 જૂનના રોજ મળશે સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક, કોરોના રસીકરણ નીતિ પર ચર્ચાની સંભાવના

|

Jun 09, 2021 | 10:30 PM

કોરોના(Corona)ની બીજી લહેરની ગતિ હવે ધીમી થઈ રહી છે અને દેશભરમાં લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. છે છે. તેમજ જન જીવન હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે.તેવા સમયે હવે સંસદ(Parliament) ની સ્થાયી સમિતિઓની બેઠક ફરી શરૂ થવા જઈ રહી છે.

16 જૂનના રોજ મળશે સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક, કોરોના રસીકરણ નીતિ પર ચર્ચાની સંભાવના
16 જૂનના રોજ સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક

Follow us on

કોરોના(Corona)ની બીજી લહેરની ગતિ હવે ધીમી થઈ રહી છે અને દેશભરમાં લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. તેમજ જન જીવન હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે.તેવા સમયે હવે સંસદ(Parliament) ની સ્થાયી સમિતિઓની બેઠક ફરી શરૂ થવા જઈ રહી છે.

સંસદ(Parliament)ની સ્થાયી સમિતિની બેઠક લગભગ ત્રણ મહિનાના બાદ શરૂ થવા જઈ રહી છે. જેમાં 16 મી જૂને જાહેર હિસાબ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીની અધ્યક્ષતાવાળી આ સમિતિની બેઠકમાં કોરોના રસીકરણની નીતિ સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેવી જ રીતે જળ સંસાધન મંત્રાલય સાથે જોડાયેલી સ્થાયી સમિતિની બેઠક 21 જૂને બોલાવવામાં આવી છે.

સમિતિની બેઠક ફરી શરૂ કરવાની સલાહ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સચિવાલયએ જૂનના ત્રીજા સપ્તાહમાં સમિતિઓની બેઠકો ફરીથી શરૂ કરવાની સલાહ આપી હતી, જયાં સુધી કોરોના(Corona)ના કેસોમાં વધુ ઘટાડો થઈ શકે. બીજું કારણ આપવામાં આવ્યું હતું કે જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં, મોટાભાગના સાંસદો રસીનો બીજો ડોઝ મળી ગયો હશે. તેમજ સંસદનું ચોમાસું સત્ર પણ જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે.

કોરોનાના કેસોમાં વધારા સાથે સંસદનું બજેટ સત્ર ટૂંકાવામાં આવ્યું હતું 

કોરોના(Corona)ની બીજી લહેરમાં કોરોનાના કેસોમાં વધારા સાથે સંસદનું બજેટ સત્ર ટૂંકાવામાં આવ્યું હતું અને 23 માર્ચે જ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેના પછી સંસદીય સ્થાયી સમિતિઓની તમામ બેઠકો પણ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠકો ઓનલાઇન યોજવાની માંગ વિપક્ષ દ્વારા પણ સતત કરવામાં આવી રહી હતી. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે આ સંદર્ભે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને પત્ર પણ લખ્યા હતા, પરંતુ તેમની વિનંતી ગુપ્તતાના નિયમો હેઠળ નકારવા આવી હતી.

Next Article