Panchmahalનાં નોડલ ઓફીસરની એક ભુલ અને 471 હોમગાર્ડનાં જવાન મતદાન ચુકી ગયા, જાણો શું હતી બેદરકારી

|

Feb 25, 2021 | 7:15 PM

Panchmahalનાં ગોધરાના નોડલ ઓફિસરની એક ભૂલને પગલે 471 જેટલા હોમગાર્ડના જવાનો મતદાનથી વંચિત રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેતા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાતું હોય છે.

Panchmahalનાં ગોધરાના નોડલ ઓફિસરની એક ભૂલને પગલે 471 જેટલા હોમગાર્ડના જવાનો મતદાનથી વંચિત રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ પર તૈનાત રહેતા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાતું હોય છે. જોકે ગોધરાના યુનિટના નોડલ ઓફિસરે સમયસર પોસ્ટલ બેલેટ અંગેની વિગતો વાળા ફોર્મ ચૂંટણી શાખામાં જમા ન કરાવતા આ સ્થિતિ સર્જાઇ. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી વિભાગે બે-બે વાર હોમગાર્ડ ઓફિસરને માહિતી માટે જાણ કરી હતી. જોકે વિગતો ન મળતા આ તમામ હોમગાર્ડના જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે. જોકે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગોધરા યુનિટના નોડલ ઓફીસરને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

 

Published On - 7:14 pm, Thu, 25 February 21

Next Video