રાજયસભાની બંને બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ

રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણીઓ અલગઅલગ યોજવા આદેશ કર્યો છે. આ મામલે ગુજરાતના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવે તેવી શકયતા છે. અને, ભાજપ રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરી શકે છે. ભાજપ બંને બેઠક પર દાવેદારી કરશે. કારણ […]

રાજયસભાની બંને બેઠકો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ
| Updated on: Dec 21, 2020 | 4:01 PM

રાજ્યસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને બેઠક માટે ચૂંટણીઓ અલગઅલગ યોજવા આદેશ કર્યો છે. આ મામલે ગુજરાતના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે. અલગ ચૂંટણી થાય તો કોંગ્રેસ બંને બેઠક ગુમાવે તેવી શકયતા છે. અને, ભાજપ રાજ્યસભાની બંને બેઠકો કબ્જે કરી શકે છે. ભાજપ બંને બેઠક પર દાવેદારી કરશે. કારણ કે બંને બેઠકો જીતવા માટે ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ છે.

ખાલી પડેલી બંને બેઠકોની ચૂંટણી વચ્ચે ઘણો લાંબો સમય હતો. જેથી બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી થઈ રહી છે. જેથી બંને બેઠકો ભાજપને મળી શકે. કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે વિધાનસભામાં કુલ 182માંથી 2 બેઠકો ખાલી છે. અને 180 બેઠકો પ્રમાણે નિયમ મુજબ બેના ભાગાકાર કરતાં, એક ઉમેદવારને જીત માટે 91 મત જોઈએ. જેથી સ્વાભાવિક જ ભાજપના બંને ઉમેદવાર અલગ-અલગ ચૂંટણીમાં સીધી રીતે જીત મેળવે.